બિહાર : બેઠકો અંગે કોઇ અંતિમ નિર્ણય કરાયો નથી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી :  બિહારને લઇને ભાજપ અને જેડીયુ વચ્ચે ૫૦-૫૦ સીટના વિભાજનના એલાન બાદ રાજ્યમાં એનડીએના સાથી પક્ષ આરએલએસપીના વડા ઉપેન્દ્ર કુશવાહે આજે મોટુ નિવેદન કર્યું હતું. કુશવાહે કહ્યું હતું કે, સીટ વિભાજન પર હજુ અંતિમ નિર્ણય કરવામાં આવ્યા નથી. આના પર વાતચીત ચાલી રહી છે. કુશવાહે કેન્દ્રની ભાજપ સરકાર ઉપર દબાણ વધારવાની રણનીતિ હેઠળ મધ્યપ્રદેશ ચૂંટણી માટે પોતાની પાર્ટીના ૬૬ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. કુશવાહની આજે જ બિહારમાં ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ સાથે વાતચીત થઇ હતી. આશરે અડધો કલાક સુધી આ વાતચીત ચાલી હતી. બંને નેતાઓએ બેઠકોની વહેંચણીના સંદર્ભમાં વાતચીત કરી હતી. આ બેઠક બાદ કુશવાહે કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.

એવા અહેવાલ પણ આવી રહ્યા છે કે, કુશવાહ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામુ આપી શકે છે. થોડાક સમય બાદ જ પત્રકાર પરિષદ યોજીને કુશવાહે કહ્યં હતું કે, અમે બેઠકોની વહેંચણી પર પોતાની પાર્ટી અને સમર્થકોની વાતથી ભાજપને સાવચેત કરાવી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, હજુ વાતચીત ચાલી રહી છે. અંતિમ કોઇ વાત થઇ નથી. બેઠકોની વહેંચણી પર વાતચીત આગળ વધી રહીછે. જરૂર પડશે તો વડાપ્રધાન મોદી સાથે પણ વાતચીત કરવામાં આવશે. છેલ્લી ચૂંટણી અને આજની Âસ્થતિ જુદી છે.

બિહારમાં અમારી પાર્ટી પણ સન્માનજનક સીટો ઇચ્છે છે. આરજેડીના નેતા તેજસ્વી સાથે વાતચીત પર કુશવાહે કહ્યું હતું કે, વાતચીતના સમયે પત્રકારો પણ ઉપસ્થિત હતા. તેજસ્વી સર્કિટ હાઉસમાં તેમના રુમમાં આવ્યા હતા. પોતાની પાર્ટી સાથે તેઓ વાતચીત કરી રહ્યા હતા. બિહારમાં લોકસભાની ૪૦ સીટો રહેલી છે. આરએલએસપીના ત્રણ સાંસદો છે. એક સાંસદ અરુણકુમાર અસંતોષનો ધ્વજ ઉઠાવી ચુક્યા છે

સુત્રોના કહેવા મુજબ કુશવાહની પાર્ટીને બે સીટોની ઓફર કરવામાં આવી છે પરંતુ આરએલએસપી દ્વારા વધારે સીટોની માંગ કરવામાં આવી રહી છે. બીજી બાજુ પાર્ટીએ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ૬૬ ઉમેદવારોના નામની જાહેરાત કરી ચુકી છે. આવી Âસ્થતિમાં આગામી દિવસો ખુબ જ પડકારરુપ રહી શકે છે. ભાજપ અને જેડીયુ વચ્ચે ખેંચતાણનો અંત આવી ચુક્યો છે. કારણ કે, બેઠકોની વહેંચણી સંદર્ભમાં તેમની વચ્ચે વાતચીત થઇ ચુકી છે.

Share This Article