હોળીનો તહેવાર આવે ત્યારે ગુજરાતીઓમાં તેમજ દેશના દરેક નાગરીકોમાં અનોખો ઉત્સાહ જોવા મળતો હોય છે. તેમાં પણ આજના નવ યુવાનોમાં આ ઉત્સાહ મન ભરીને જોવા મળે છે. આ ઉમંગ 2024ની હોળીમાં અમદાવાદ શહેરમાં બહોળો કરવા માટે ધર્મરાજ ગ્રુપ અયોધ્યા વાલી હોલી આ થીમ પર પ્રથમ વખત મોટા પ્રમાણમાં એક સાથે 10,000ની કેપેસિટી સાથે હોળી રમવાનું આયોજન કરવા માટે જઈ રહ્યું છે. આ આયોજન ઝોડીઆક, વૈષ્ણોદેવી સર્કલ, એસજી હાઈવે પાસે 25 માર્ચ સોમવારના રોજ સવારે 9 વાગ્યાથી થવા જઈ રહ્યું છે.
અયોધ્યા વાલી હોલી થીમ પર એક અલગ જ સેટઅપ અયોધ્યા પરનો રહેશે જ્યાં અયોધ્યા ટેમ્પલ, પોસ્ટર્સ, ફ્લેગ્સ વગેરે રહેશે. કેપેસિટીના હિસાબથી સૌથી મોટી હોળીનું આયોજન થવા જઈ રહ્યું છે જેથી અત્યારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોએ પોતાના પ્લાન અહીં હોળી રમવા માટે બનાવી દીધો છે. આ સમગ્ર ઈવેન્ટને જાણીતા ભક્તિ કુબાવત હોસ્ટ કરશે. અમદાવાદીઓ માટે આ વખતની હોળી અનોખો યાદગાર પ્રસંગ બની રહે તે માટે કોઈ પણ ખામી રાખવામાં નહીં આવે તેમને ગમતી દરેક બાબત આયોજકો દ્વારા ધ્યાનમાં રાખવામાં આવી છે.
આ અંગે વધુમાં જણાવતા ધર્મરાજ ગ્રુપના આયોજક ધર્મરાજ રાજગોર કહે છે કે, રેન ડાન્સ, ઝૂમ્બા ડાન્સ, કલર બ્લાસ્ટ, પંજાબી ઢોલી, બલૂન શોટ્સ, ફોમ ડાન્સ, મડ શોઅર સેટ તથા આઈસ બસ્ટના આયોજન કરવામાં આવ્યા છે. ઈન્ટરનેશનલ તથા ઈન્ડિયાના ટોપના ડી.જે.ને બોલાવવામાં આવ્યા છે. એક સાથે આ ઈવેન્ટમાં 50 પ્લસ આર્ટિસ્ટ જોવા મળશે. હોળી દરમિયાન નેચરલ કલરનો ઉપયોગ કરવામાં આવશે. તહેવારમાં અમે ઈકોફ્રેન્ડલી બાબતને પણ ખૂબ જ ધ્યાનમાં રાખી છે. લોકોને ક્યાંય અમદાવાદની બહાર હોળી રમવા માટે જવું ન પડે તે પ્રકારે મોટાપાયે આયોજન અમે કરવા માટે અમે જઈ રહ્યા છીએ.