કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચૂકાદો : સગીરાની મરજી વિરુદ્ધ આંતરવસ્ત્રો ઉતારવા પણ રેપ સમાન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દેશની કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે. સગીરાના ના મરજી વિરુદ્ધમાં બળજબરીથી કપડા ઉતારવા અને સગીરાને સુવડાવવી પણ દુષ્કર્મ સમાન છે. એટલે તેની સાથે કંઇ પણ ન કર્યું હોય તો છતાં પણ આ રેપની ઘટનામાં આવે છે  એવી સ્પષ્ટતા કલકત્તા હાઇકોર્ટ દ્વારા કરવામાં આવી હતી. આ મામલામાં સગીરાની સાથે કોઇ દુષ્કર્મ ના થયું હોય તો પણ તેને અપરાધ જ માનવામાં આવશે તેમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી. કોર્ટે એક વ્યક્તિને આ કેસમાં દોષી ઠેરવી હતી. આમ આ કેસમાં મોટો ચૂકાદો આપ્યો છે. જે મહિલાઓ અને સગીરાઓ માટે અતિ અગત્યનો છે. કારણ કે કેટલીકવાર સગીરાઓ રેપથી બચી જાય છે પણ આવી ઘટનાઓ તેમના માનસપટ પર મોટી અસર કરે છે.

આ કેસની વિગતો આવી છે કે, બંગાળના દક્ષિણ દિનાજપુરના બાલુરઘાટ જિલ્લા કોર્ટે રવિ રાય નામના એક વ્યક્તિને એક સગીરાનું યૌન શોષણ કરવાના આરોપો હેઠળ દોષી ઠેરવ્યો હતો. જેને બાદમાં કલકત્તા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કલકત્તા હાઇકોર્ટે કહ્યું હતું કે આંતરવસ્ત્રો ઉતારવા પણ દુષ્કર્મ જ માનવામાં આવે છે. અને આરોપોેને યોગ્ય ઠેરવ્યા હતા. રવિને બાદમાં કોર્ટે છ મહિનાની સજા આપી હતી તેને પણ હાઇકોર્ટે યોગ્ય ઠેરવી હતી.

જોકે કલકત્તા હાઇકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો અને વ્યક્તિની સામે કાર્યવાહીને જારી રાખવા કહ્યું હતું. આ કેસમાં રવિ રાય પર એવો આરોપ હતો કે રવિએ મે, ૨૦૦૭ના રોજ સાંજે સાડા છ વાગ્યે એક ગરીબ સગીરાને આઇસ્ક્રીમની લાલચ આપી હતી અને તેને ઘરની પાસેના સુમસામ વિસ્તારમાં લઇ ગયો હતો. બાદમાં સગીરાના આંતરવસ્ત્રો ખોલવા માટે કહ્યું હતું. જોકે સગીરા આ માટે તૈયાર નહોતી થઇ. જે બાદ તેણે ખુદ જ તેના વસ્ત્રોને ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિયાન સગીરા બુમો પાડવા લાગી હતી અને લોકો ત્યાં આવી ગયા હતા  અને આ આરોપીનો ભાંડો ફુટયો હતો. આમ આ કેસમાં હાઈકોર્ટે સીમાચિહ્નવતી ચૂકાદો આપ્યો છે. ઘણા કેસમાં આરોપીઓ આ પ્રકારના કેસોમાં કાર્યવાહીથી બચી જતા હોય છે.

Share This Article