ટાટા પ્લેસ (અગાઉ ટાટા સ્કાય તરીકે ઓળખાતી હતી) દ્વારા આજે તેના ઉપભોક્તાઓ માટે નવાં એફોર્ડેબલ પેક્સની ઘોષણા કરી હતી.
“મનોરંજન મૂળભૂત માનવી જરૂરત છે. જોકે વધતા ભાવો લોકોને ખાદ્ય અને ઈંધણ જેવી મૂળભૂત જરૂરતોની પસંદગી કરવા અને મનોરંજન જેવા મુનસફીના ખર્ચ કરવા માટે મજબૂર કરી રહ્યા છે. દેશની સૌથી વિશાળ કન્ટેન્ટ વિતરક તરીકે અમે મનોરંજનને વધુ કિફાયતી બનાવવાનું બીડું ઝડપી લીધું છે,” એમ ટાટા પ્લેના એમડી અને સીઈઓ હારિત નાગપાલ કહે છે.
નવાં પેક અને કિંમતો ભારતભરમાં બધા મોજૂદ અને નવા ગ્રાહકોને ઉપલબ્ધ છે. સબ્સ્ક્રાઈબરો તેમના નજીકના ટાટા પ્લે ડીલરોની મુલાકાત લઈને અથવા www.Tataplay.com પર લોગઈન કરીને નવાં સુપર સેવર પેક્સ મેળવી શકે છે. મોજૂદ સબ્સ્ક્રાઈબરો ટાટા પ્લે મોબાઈલ પર પર મેનેજ પેક્સ ટેબ હેઠળ નવાં ‘સુપર સેવર પેક્સ’ શોધી શકે છે.
ગુજરાતી સુપર સેવર પેકમાં સ્ટાર પ્લસ, સેટ, કલર્સ, ઝીટીવી, કલર્સ ગુજરાતી, કલર્સ ગુજરાતી સિનેમા, સ્ટાર ગોલ્ડ, સોની મેક્સ, ઝી સિનેમા, કલર્સ સિનેપ્લેક્સ ઉપરાંત 203 અન્ય ચેનલો ફક્ત રૂ. 249માં મળશે.
આ વેલ્યુ પેક્સ વિશે જાગૃતિ નિર્માણ કરવા માટે ટાટા પ્લે દ્વારા હિંદી ભાષી બજારોમાં કરીના કપૂર અને સૈફ અલી ખાન અને દક્ષિણની બજારમાં માધવન અને પ્રિયામણિને ચમકાવતી માસ કેમ્પેઈન લોન્ચ કરી રહી છે.