ઓડિયો ક્લિપથી થયો મોટો ખુલાસો : ચીન તાઈવાન પર હુમલો કરશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જાપાનમાં યોજાનાર ક્વાડ સંમેલન પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડેને ચીનને સંદેશ આપ્યો છે. બાઇડેને કહ્યુ કે જાે ચીન તાઇવાન પર હુમલો કરશે તો અમેરિકા તેનો જવાબ આપશે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યુ કે, તાઇવાન પર હુમલા વિશે વિચારી ચીન ખતરા સાથે રમી રહ્યું છે. તેની કિંમત બેઇજિંગે ચુકવવી પડશે. તેમણે કહ્યું કે, અમે વન ચાઇના પોલિસી પર સહમત થયા હતા.

પરંતુ જાે બળજબરીથી કબજાે કરવાનો પ્રયાસ થશે તો તેનો જવાબ આપવામાં આવશે.  યૂટ્યુબ ચેનલનો દાવો છે કે જે સીનિયર અધિકારીએ આ ઓડિયો ક્લિપ લીક કરી છે તે તાઇવાન પર ચીની રાષ્ટ્રપતિના પ્લાનને દુનિયાની સામે રાખવા ઈચ્છે છે. આ ઓડિયો ક્લિપમાં કથિત રીતે સીપીસી અને પીએલકે વચ્ચે તાઇવાન યુદ્ધનો માહોલ બનાવવાની ચર્ચા થઈ રહી છે. પરંતુ આ ક્લિપની હજુ પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ લાગી રહ્યું છે કે તે ચીનમાં રેકોર્ડ થઈ છે. 

કાર્યકર્તાનો દાવો છે કે ચીનના ઈતિહાસમાં પ્રથમવાર છે જ્યારે આટલી મહત્વની મીટિંગની ઓડિયો ક્લિપ લીક થઈ ગઈ. તેમાં દોવો કરવામાં આવ્યો કે તે માટે એક લેફ્ટિનેન્ટ જનરલ અને ત્રણ મેજર જનરલને મોતની સજા આપવામાં આવી ચુકી છે. ક્લિપ પ્રમાણે બેઠકમાં ચીન સેનાના ટોપ અધિકારી હાજર હતા.  આ લીક ઓડિયો પ્રમાણે ગુઆંગડોંગ પ્રાંતને પૂર્વી અને દક્ષિણી વોરઝોને જે કામ આપ્યા છે તેમાં ૨૦ કેટેગરી સામેલ છે.

તે પ્રમાણે ૧.૪૦ લાખ સૈનિક, ૯૫૩ શિપ, ૧૬૫૩ યૂનિટ, ૨૦ એરપોર્ટ અને ડોક, ૬ રિપેયર એન્ડ શિપબિલ્ડિંગ યાર્ડ, ૧૪ ઇમરજન્સી ટ્રાન્સફર સેન્ટર, હોસ્પિટલ, બ્લડ સ્ટેસન, ઓઇલ ડિપો, ગેસ સ્ટેશન વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાે ઓડિયો ક્લિપ સાચી હોય તો તે અંદાજ લગાવી શકાય કે ચીન તાઇવાન પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે.  રશિયા-યુક્રેન લડાઈ વચ્ચે શું દુનિયામાં વધુ એક જંગ શરૂ થવાનો છે?

ચીનના સૈન્ય અધિકારીઓની એક ઓડિયો ક્લિપ લીક થઈ છે, ત્યારબાદ આ ચર્ચા સરૂ થઈ ગઈ છે. ચીન રશિયાની જેમ તાઇવાન પર હુમલાની તૈયારી કરી રહ્યું ચે. આ ક્લિક ચીનના માનવાધિકાર કાર્યકર્તા જેનિફર હેંગે ટ્‌વીટ કરી હતી. ૫૭ મિનિટની આ ક્લિપને ન્ેંડ્ઢઈ મીડિયા નામની યૂટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવી હતી.

Share This Article