મોટા રાહત પેકેજની ઓટો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા માંગ કરાઇ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : સેલ્સમાં ઝડપથી થઇ રહેલા ઘટાડાતી પરેશાન ઓટોમોબાઇલ કંપનીઓએ માંગમાં વધારો કરવા માટે સરકાર સમક્ષ હવે મોટા રાહત પેકેજની માંગ કરી છે. ઓટો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હવે જીએસટીના રેટને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવાની માંગ કરી છે. કંપનીઓ ઇચ્છે છે કે સરકાર તેમના માટે જીએસટી રેટ ઘટાડી દેવા માટે ખાસ પોલીસી લાવે તે પણ જરૂરી છે. તેઓએ સરકાર પાસેથી જ બીએસ-૬ નોર્મ લાગુ કરવામા આવ્યા બાદ બીએસ-પાંચ નોર્મ પર યોગ્ય રીતે ઉતરવા માટે રજૂઆત કરી છે.

સાથે સાથે ચોક્કસ ધારાધોરણવાળા વાહનોને વેચવા માટેની મંજુરી આપવા માટેની માંગ કરી છે. ઓટોમોબાઇલ કંપનીઓએ સરકારના ઇલેકટ્રિક  વાહનો પર ભાર મુકવા માટેની પણ સલાહ આપવામાં આવી છે. કંપનીઓની પરેશાની જાણવા માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારામન તરફથી બોલાવવામાં આવેલી બેઠકમાં ઉપસ્થિત રહેલા સુત્રોએ કહ્યુ હતુ કે ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હવે સરકાર પાસેથી પેકેજની માંગ કરવામાં આવી છે. કારણ કે સેક્ટર સામે જોરદાર  મંદી પ્રવર્તી રહી છે. ઓટો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મુશ્કેલીમાંથી બહાર નિકળવા માટે જોરદાર  રજૂઆત કરી છે.

ઓટોમોબાઇલ્સ પર ૨૮ ટકાના રેટથી જીએસટી રેટમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી છે. સાથે સાથે સેગમેન્ટની દ્રષ્ટિએ સેસ પણ લાગુ કરવામા આવે છે. જેથી ઓટોમોબાઇલ પર કુલ ટેક્સ વધી જાય છે. ઇન્ડસ્ટ્રીઝના મતે હાલત સારી રહેલી નથી. સેલ્સને વધારી દેવા માટે વિવિધ પગલા જર-રી બની ગયા છે.

Share This Article