ઈ.ડબલ્યુ.એસ અનામતને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીની વચ્ચે કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગે ઈ.ડબલ્યુ.એસ કોટામાં ભરતીને લઈને ડિટેલ જાહેર કરી છે. જે મુજબ ભારત સરકાર દ્વારા વેકેન્સીમાં ઓબીસી સમુદાયના એવા કેન્ડીડેંટ પણ અપ્લાય કરી શકશે, જે રાજ્યની ઈ.ડબલ્યુ.એસ લિસ્ટમાં છે. પણ કેન્દ્રીય લિસ્ટમાં નથી. જો કે, તેના માટે અન્ય જરુરી યોગ્યતાઓ પર ખરાં ઉતરવું જરુરી છે. વિભાગે આ વાત તે સવાલના જવાબમાં કહી છે, જેમાં પૂછવામાં આવ્યું હતું કે, ઈડબ્લ્યૂએસમાં ૧૦ ટકા અનામત અંતર્ગત ભરતી કેવી રીતે થશે. કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગે ઈડબ્લ્યૂએસ કોટામાં ક્રાઈટેરિયાને ક્વાલિફાઈ કરવા સંબંધમાં પૂછવામાં આવેલા સવાલોની એક યાદી જાહેર કરી છે.
અહીં ઉલ્લેખનિય છે કે, સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેન્ચે ઈડબ્લ્યૂએસ કોટાથી સંબંધિત તમામ અરજી પર સુનાવણી કરી રહી છે. આ અરજીમાં અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્ય કેન્દ્ર સરકાર પદ માટે અરજી કરવા માટે પાત્ર નહીં થાય. ભલે તે કોઈ પણ જગ્યાએ રહેતા હોય. વિભાગે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે, જો કોઈ ભરતીમાં ઈડબ્લ્યૂએસ કોટાની સીટો ખાલી રહી જાય છે. તો તેમને આગામી વર્ષે તેની વેકેન્સી બહાર પાડવામાં નહીં આવે. આ ખાલી જગ્યાઓ ઈડબ્લ્યૂએસ કોટાથી ભરવાના સતત પ્રયાસો થતાં રહેશે. જો તેમ છતાં પણ આ પદ ખાલી રહી જાય છે તો તેને બિનઅનામત શ્રેણીના પદ માનીને ભરી શકાશે.
જો કે, તેમાં શરત એવી છે કે, ઈડબ્લ્યૂએસ ઉમેદવારની ગેરહાજરીના કારણે જોડવામાં આવેલી સંખ્યાથી વધારે સામાન્ય શ્રેણીમાં વધારે પ્રતિનિધિત્વ ન હોય. જો આવી સ્થિતિમાં અરજીની સંખ્યા વધારે થાય છે, તો તેને તે કેટેગરી તરફ ડાયવર્ટ કરી શકાશે. જે કેટેગરીની સંખ્યા ઓછી છે. આ ઉપરાંત પ્રોપર્ટીને લઈને ક્લેરિટી જાહેર કરી છે. કાર્મિક વિભાગના જણાવ્યા અનુસાર, હવે આવાસીય પ્લોટ અથવા ફ્લેટ પણ ઈડબ્લ્યૂએસ માટે કોમર્શિયલ પ્રોપર્ટી તરીકે ઓળખાશે. ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ઈડબ્લ્યૂએસ ભરતીને લઈે જાહેર કરેલી જાહેરાત તેમાં સામેલ કરવામા આવશે નહીં. હાલમાં ૫ એકર અથવા તેનાથી વધારે ખેતર, ૧૦૦૦ સ્કેવર ફુટ અથવા તેનાથી ઉપરના આવાસીય ફ્લેટ,નગર નિગમ વિસ્તારમાં ૧૦૦ વર્ગગજ અથવા તેનાથી વધારે જમીન અથવા નગર નિગમની હદની બહાર ૨૦૦ વર્ગફુટનો આવાસીય પ્લોટ છે, તો પરિવારને ઈડ્બ્લ્યૂએસ કેરેગરીમાં માનવામાં આવશે નહીં. કાર્મિક વિભાગે એવુ પણ સ્પષ્ટ કર્યું છે કે, ઈડબ્લ્યૂએસ માપદંડોની યોગ્યતાવાળા પરિવારમાં દાદા-દાદી અથવા ૧૮ વર્ષથી વધારે ઉંમરનું કોઈ ભાઈ બહેન અથવા બાળકો સામેલ નહીં થાય. ખાલી એટલું જ નહીં જોબની અપ્લાઈ કરતા પહેલા મંથલી પેન્શનની સાથે સાથે સેલરી, કૃષિ બિઝનેસની સાથે પ્રોફેશનલ ઈન્કમને પણ મંથલી ઈન્કમમાં જોડવામાં આવશે.