નવી દિલ્હી/મુંબઈ : ભારતની સૌથી મોટી ટેલિકોમ સેવાઓ પ્રદાતા કંપની, ભારતી એરટેલ અને દેશની સૌથી મોટી ખાનગી-ક્ષેત્રની નોન-બેંકિંગ ફાઇનાન્શ્યલ કંપની (NBFC), બજાજ ફાઇનાન્સે એ નાણાકીય સેવાઓ પ્રદાન કરવા અને ગ્રાહકોને સેવાઓ પ્રદાન કરવામાં પરિવર્તન લાવવા માટે ભારતનું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ વિકસિત કરવા માટે આજે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી.
એક અદભુત ભાગીદારી એરટેલ સાથે સક્રિય રીતે જોડાયેલા 375 મિલિયન ગ્રાહકો, 12 લાખ+ મજબૂત ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, અને બજાજ ફાઇનાન્સના વિવિધ ઉત્પાદનોની 27 શ્રેણીઓ અને 5,000+ શાખાઓ દ્વારા વિતરણ અને 70,000 ફિલ્ડ એજન્ટોને એકસાથે લાવે છે.
શરૂઆતમાં એરટેલ બજાજ ફાઇનાન્સના રિટેલ ફાઇનાન્શ્યલ ઉત્પાદનોને, ગ્રાહકો માટે સરળ સીમલેસ અને સુરક્ષિત અનુભવ માટે તેની એરટેલ થેંક્સ એપ પર કરશે અને બાદમાં તેના રાષ્ટ્રવ્યાપી સ્ટોર્સના નેટવર્ક દ્વારા ઓફર કરશે. કંપનીઓની ડિજિટલ અસ્કયામતોની સંયુક્ત ક્ષમતાઓ એરટેલ અને બજાજ ફાઇનાન્સને નાણાકીય ઉત્પાદનો અને સેવાઓમાં નોંધપાત્ર રીતે અગ્રણી બનવામાં સક્ષમ બનાવશે.
ભારતી એરટેલના વાઈસ ચેરમેન અને એમડી ગોપાલ વિટ્ટલે જણાવ્યું હતું કે, “આ દેશમાં બે વિશ્વસનીય કંપનીઓ, એટલે કે એરટેલ અને બજાજ ફાઈનાન્સ, નાણાકીય જરૂરિયાતોના વિવિધ ઉકેલો સાથે લાખો ભારતીયોને સશક્ત બનાવવાનું સહિયારું ઉદ્દેશ્ય ધરાવે છે. બંને કંપનીઓની સંયુક્ત પહોંચ, સ્તર અને વિતરણની ક્ષમતા, આ ભાગીદારીની આધારશિલા તરીકે કામ કરશે અને અમને આ ક્ષેત્રમાં સફળતા મેળવવામાં મદદ કરશે. આ ગ્રુપ માટે અમે એરટેલ ફાઇનાન્સને એક માટે વ્યૂહાત્મક અસ્ક્યામત બનાવી રહ્યા છીએ અને આ વ્યવસાયમાં રોકાણ કરવાનું અને વૃદ્ધિ કરવાનું ચાલુ રાખીશું. આજે 10 લાખથી વધુ ગ્રાહકો અમારા પર ભરોસો કરે છે અને અમારો લક્ષ્ય એરટેલ ફાઇનાન્સને અમારા ગ્રાહકોની તમામ નાણાકીય જરૂરિયાતો માટે એકમાત્ર ઉકેલ તરીકે સ્થાપિત કરવાનો છે.”
બજાજ ફાઇનાન્સના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ જૈને જણાવ્યું હતું કે, “ભારતની ડિજિટલ ઇકોસિસ્ટમ ડેટા આધારિત ક્રેડિટ અન્ડરરાઇટિંગ અને નાણાકીય સમાવેશના કેન્દ્રમાં રહી છે. એરટેલ સાથેની અમારી ભાગીદારી ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સમાવેશી વૃદ્ધિ માટે લાભ લેવા સહીત ભારતની બે અગ્રણી અને સૌથી વિશ્વસનીય બ્રાન્ડની કુશળતા અને પહોંચને પણ એકસાથે લાવે છે. એરટેલ સાથે મળીને, અમે ભારત માટે પસંદગીના ફાઇનાન્સર બનવા માંગીએ છીએ અને લાખો લોકોને દૂરના વિસ્તારોમાં પણ નાણાકીય સેવાઓ પહોંચાડવા માંગીએ છીએ. અમે એવા સમયે એરટેલ સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ જ્યારે બજાજ ફાઇનાન્સ કાર્યક્ષમતા વધારવા અને ગ્રાહકોના અનુભવોને બેહતર બનાવવા માટે AIની શક્તિનો ઉપયોગ કરી રહ્યું છે.”
અત્યાર સુધીમાં, બજાજ ફાઇનાન્સના બે ઉત્પાદનો એરટેલ થેંક્સ એપ પર રજૂ કરવામાં આવ્યા છે. માર્ચ સુધીમાં, બજાજ ફાઇનાન્સના ચાર ઉત્પાદનો ગ્રાહકો માટે એરટેલ થેંક્સ એપ પર ઉપલબ્ધ થશે. તેમાં ગોલ્ડ લોન, બિઝનેસ લોન, કો-બ્રાન્ડેડ ઇન્સ્ટા ઇએમઆઇ કાર્ડ અને પર્સનલ લોનનો સમાવેશ થાય છે. એરટેલ આ કેલેન્ડર વર્ષમાં ક્રમશઃ બજાજ ફાઇનાન્સના 10 જેટલી નાણાકીય ઉત્પાદનો રજૂ કરશે.
એરટેલ તેના ગ્રાહકોને એરટેલ થેંક્સ એપ દ્વારા અને બાદમાં તેના રાષ્ટ્રવ્યાપી સ્ટોર્સના નેટવર્ક દ્વારા એરટેલ-બજાજ ફાઇનાન્સ ઇન્સ્ટા ઇએમઆઈ કાર્ડ માટે અરજી કરવાની તક પ્રદાન કરે છે. એરટેલ-બજાજ ફાઇનાન્સ ઇએમઆઇ કાર્ડ બજાજ ફાઇનાન્સ ગ્રાહકોને ઉપલબ્ધ વિવિધ ઑફર્સની પહોંચ પ્રદાન કરે છે. વપરાશકર્તાઓને 4,000 થી વધુ શહેરોમાં 1.5 લાખથી વધુ ભાગીદાર સ્ટોર્સ પર ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર અને કરિયાણા સહિત વિવિધ સામાન ખરીદવા માટે ઇએમઆઇના વિવિધ વિકલ્પો અને પેમેન્ટ પ્લાનનો લાભ મળશે. વધુમાં, કો-બ્રાન્ડેડ કાર્ડ વિવિધ પ્લેટફોર્મ્સ પર ઈ-કોમર્સ વ્યવહારો માટે ઉપયોગ કરી શકાય છે.
એરટેલ થેંક્સ એપ વડે હવે ગ્રાહકો ગોલ્ડ લોન પણ મેળવી શકે છે, અને આમ, તે પ્રથમ વખત ધિરાણ લેતા ગ્રાહકોને સરળ નાણાંકીય સેવાઓ પ્રાપ્ત કરવામાં અને વ્યવહારિક નાણાકીય સિસ્ટમ સાથે સંકલિત કરવામાં સક્ષમ બનાવે છે.
આ ભાગીદારીના ભાગરૂપે, બંને કંપનીઓ મજબૂત નિયમનકારી અનુપાલન, ડેટા ગોપનીયતા અને ગ્રાહકોને સુરક્ષા અને શ્રેષ્ઠ સેવા માટે પ્રતિબદ્ધ છે.