નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના આદેશ હોવા છતાં વીલફુલ ડિફોલ્ટર્સની યાદી જારી નહીં કરવાને લઇને રિઝર્વ બેંક ઓફ ઇÂન્ડયાના ગવર્નર ઉર્જિત પટેલને કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી છે. સીઆઈસી દ્વારા આરબીઆઈના ગવર્નરને નોટિસ જારી કરવામાં આવી છે. આ ઉપરાંત સીઆઈસી દ્વારા વડાપ્રધાનની કચેરી, નાણામંત્રાલય અને આરબીઆઈને કહ્યું છે કે, પૂર્વ ગવર્નર રઘુરામ રાજન દ્વારા બેડ લોનને લઇને લખવામાં આવેલા પત્રને જાહેર કરવામાં આવે તે જરૂરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ૫૦ કરોડ રૂપિયાથી વધુના વીલફુલ લોન ડિફોલ્ટર્સના નામની યાદી જારી કરવામાં આવી નથી.
આરબીઆઈ દ્વારા યાદી જારી કરવાનો ઇન્કાર કરી દેવાયો છે. આનાથી સીઆઈસી ખુબ જ નાખુશ છે. સીઆઈસીએ ઉર્જિત પટેલને પ્રશ્ન કર્યો છે કે, શૈલેષ ગાંધીના નિર્ણય બાદ આવેલા સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરવાના કારણે તેમના ઉપર શા માટે મહત્તમ દંડ લાગૂ કરવો જાઇએ નહીં. આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં સીઆઈસીએ બેંક લોનના વીલફુલ ડિફોલ્ટર્સની સામે ઉઠાવવામાં આવેલા પગલાની માહિતી નાણામંત્રાલય, આંકડાકીય મંત્રાલય અને આરબીઆઈને જાહેર કરવા માટે કહ્યું હતું. ૫૦ કરોડથી વધુના ડિફોલ્ટ કરનારને રાહત આપવાને લઇને પણ રજૂઆત થઇ ચુકી છે.
૫૦ કરોડ રૂપિયાથી વધુની લોનના ડિફોલ્ટ કરનારને વન ટાઈમ સેટલમેન્ટના નામ ઉપર વ્યાજ માફી અને કેટલીક સુવિધાઓ આપવામાં આવે છે. ઇજ્જત બચાવવા માટે તેમના નામ પણ લોકોથી છુપાવવામાં આવે છે. પંચનું કહેવું છે કે, ૧૯૯૮થી ૨૦૧૮ વચ્ચે૩૦ હજારથી વધારે ખેડૂતોએ લોન નહીં ચુકવવાના કારણે આપઘાત કર્યો છે. કારણ કે, આ ખેડૂતો લોન નહીં ચુકવવાના કારણે શરમ અનુભવ કરી રહ્યા હતા.