અમેરિકામાં મોટા કોલ સેન્ટર કૌભાંડઃ ભારતીય મૂળના ૨૧ લોકોને સજા કરાઈ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ન્યૂયોર્ક મલ્ટી મિલિયન ડોલરના ભારત સ્થિત કોલ સેન્ટર કૌભાંડમાં તેમની સંડોવણી બદલ અમેરિકામાં ૨૧થી વધુ ભારતીય મૂળના લોકોને ૨૦ વર્ષ સુધીની જેલની સજા ફટકારવામાં આવી છે. ભારત સ્થિત કોલ સેન્ટર કૌભાંડના ભાગરૂપે હજારોની સંખ્યામાં અમેરિકી નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી અને લાખો ડોલરની ઉંચાપત કરવામાં આવી હતી. અપરાધીઓને ચારથી લઈને ૨૦ વર્ષ સુધીની જેલની સજા કરવામાં આવી છે. ૨૧ લોકોને આ જુદી જુદી સજા ફટકારવામાં આવી છે.

યુએસ એટર્ની જનરલ જૈફ સેશને કહ્યું છે કે મોટાપાયે કૌભાંડના પરિણામ સ્વરૂપે કઠોર સજા કરવામાં આવી છે. ઈન્ડિયા કોલ સેન્ટર કૌભાંડ ઈન્ડસ્ટ્રીને ટાર્ગેટ કરીને લોકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા હતા. અમેરિકાને હચમચાવી મુકનાર કોલ સેન્ટર કૌભાંડમાં કેટલાક અપરાધીઓને તેમની સજા પૂર્ણ થઈ ગયા બાદ ભારતમાં મોકલી દેવામાં આવશે. આ કેસ ખૂબ જ સંવેદનશીલ છે. તેમાં ઉંડી તપાસ કરવામાં આવી હતી. અમેરિકનોને વિશેષ રીતે ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૨ અને ૨૦૧૬ વચ્ચે લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.

અમેરિકાના અધિકારીઓના કહેવા મુજબ કોલ સેન્ટર કૌભાંડથી મોટી સંખ્યામાં લોકો શિકાર થયા હતા. ઈન્ડિયન કોલ સેન્ટર દ્વારા જુદા જુદા ટેલિફોન ફ્રોડ સ્કીમોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં સ્થિત કોલ સેન્ટરથી વ્યક્તિગતોની સંડોવણી પણ આમાં રહેલી હતી. ડેટા બ્રોકરો અને અન્ય સોર્સ પાસેથી મેળવી લેવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરીને કોલ સેન્ટરના ઓપરેટરો અમેરિકી લોકોને ટાર્ગટ બનાવી રહ્યા હતા. તેમને ધરપકડ, જેલની સજા અને દેશ નિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચુકી છે. ભોગ બનેલા લોકો પાસેથી પણ માહિતી એકત્રિત કરવામાં આવી છે.

Share This Article