સલમાન ખાન સંચલિત કલર્સ ટીવી ચેનલ ના પ્રખ્યાત રિયાલિટી શો ” બિગ બોસ 11″ માં ચાર હરીફો વચ્ચે મુકાબલો જામ્યો હતો અને આજે તેમાં વિજેતાની ઘોષણા કરાઈ હતી.
“ભાભી જી ઘર પે હે ?” નામક સિરિયલ ની મુખ્ય ભૂમિકા ભજવનાર શિલ્પા શિંદે ને બિગ બોસ 11 ની વિજેતા ઘોષિત કરવામાં આવી હતી. આ શો માં અનેક નામી હસ્તીઓ એ ભાગ લીધો હતો. બિગ બોસ 11 માં “યેહ રિશ્તા ક્યાં કહેલાતા હૈ” સિરિયલ માં ” અક્ષરા” નામક કિરદાર અને મુખ્ય પાત્ર ભજવતી હિના ખાન બીજા ક્રમે આવી હતી.