નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આજે તેની વર્તમાન અવધિ માટે અંતિમ વચગાળાનુ બજેટ રજૂ કર્યુ હતુ. જેમાં તમામ વર્ગને રાજી કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. નાણાં પ્રધાન પિયુષ ગોયલે બજેટ રજૂ કરતી વેળા અનેક યોજનાઓનો વરસાદ કર્યો હતો. બજેટમાં મોટી જાહેરાત નીચે મુજબ છે.
- આવકવેરા મુક્તિ મર્યાદાને વધારીને પાંચ લાખ કરાઇ
- સ્થાનિક કામદારો માટે પેન્શન યોજનાની જાહેરાત
- ન્યુ પેન્શન યોજનામાં સરકારની ભાગીદારી વધારી દેવાઇ
- પ્રધાનમંત્રી શ્રમ યોદી માનધન યોજના જાહેર કરી
- ૨૫ હજારની કમાણી કરનારે ઇએસઈઇની સુવિધા મળશે
- કર્મચારીઓના એનપીએસમાં સરકાર તરફથી ૧૪ ટકાનુ યોગદાન કરવામા આવનાર છે
- ગ્રેચ્યુટીની મર્યાદાને ૧૦ લાખ રૂપિયાથી વધારીને ૩૦ લાખ કરાઇ
- ગ્રેચ્યુટીમાં યોગદાનની મર્યાદાને ૧૫ હજાર રૂપિયાથી વધારીને ૨૧ હજાર કરવામાં આવી
- સર્વિસ દરમિયાન શ્રમિકના મોતના કેસમાં સહાયતા બે લાખની જગ્યાએ છ લાખ મળશે