ભોજપુરી સ્ટાર મોનાલિસાના હોટ અવતારને જોઇને રોમાંચ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની લોકપ્રિય અભિનેત્રી મોનાલિસા ફરી એકવાર ચર્ચામાં આવી છે. તે હમેંશા પોતાની ફિલ્મો અને વિડિયો તેમજ સેક્સી ફોટોના લઇને ચાહકોમાં ચર્ચામાં રહે છે. હવે તેના નવા ફોટો જારી કરવામાં આવ્યા છે. જેમાં તે કારના બોનેટ પર બેઠલી નજરે પડી રહી છે. ચાહકો દ્વારા તેના આ ફોટોની  ખુબ પ્રશંસા કરી રહ્યા છે. સોશિયલ મિડિયા પર સૌથી વધારે એક્ટિવ રહેનાર મોનાલિસા દ્વારા હવે એક સાથે અનેક ફોટો વાયરલ કરવામાં આવ્યા છે. મોનાલિસા દ્વારા રવિવારના દિવસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો જારી કર્યા હતા. આ ફોટોને લઇને તમામ ભોજપુરી ચાહકો ખુબ રોમાંચિત થયા છે. એક ફોટોમાં તે કારના બોનેટ પર અને અન્ય ફોટોમાં બાઇક પર બેઠેલી નજરે પડી રહી છે. આ ફોટોમાં તે જે રીતે ફોટો આપી રહી છે તે જોતા તમામ ચાહકોની નજર ફોટો પર ચોંટી ગઇ છે. મોનાલિસાએ સ્ટાર પ્લસ પર આવેલી સિરિયલ નજર સાથે ટીવી જગતમાં એન્ટ્રી કરી હતી. આ સિરિયલમાં તે મોનાલિસા ડાયન તરીકે નજરે પડી હતી. દર્શકો તેના રોલને ખુબ પસંદ કરી ચુક્યા છે.

આ તમામ વચ્ચે હાલના દિવસોમાં તે ટીવી શો મુવી મસ્તીમાં મનીષ પોલની સાથે કોમેડી કરતી નજરે પડી રહી છે. મોનાલિસા ભોજપુરી ફિલ્મમાં ખુબ લોકપ્રિય સ્ટાર તરીકે રહેલી છે. તેની પાસે અનેક મોટા પ્રોજેક્ટ રહેલા છે. તેની પાસે સારા બજેટની ફિલ્મો રહેલી છે. તે સારા રોલ મળશે તો ટીવી સિરિયલમાં કામ કરવાને લઇને પણ આશાવાદી છે. તે હિન્દી ફિલ્મોમાં પણ કામ કરવા માટે આશાવાદી છે. જોકે હાલમાં તો તેની પાસે કોઇ હિન્દી ફિલ્મ હોવાના અહેવાલ મળી રહ્યા નથી.

Share This Article