ભોજપુરી સ્ટાર આમ્રપાલી દુબે સલમાનથી પ્રભાવિત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુંબઇ :  ભોજપુરી ફિલ્મોની દુનિયામાં સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક આમ્રપાલી દુબેએ સોશિયલ મિડિયા મારફતે સલમાન ખાનને આજે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે સલમાન ખાનના ફોટો સાથે કેપ્શન લખ્યુ છે. જેમાં લખ્યુ છે, હેપ્પી બર્થ ડે માય જાન. આ કેપ્શનને જાઇને સાફ લાગે છે કે આમ્રપાલી સલમાન ખાનની કેટલી મોટી ફેન છે. સલમાન ખાન ફોટોમાં બ્લુ ટીશર્ટમાં નજરે પડી રહ્યો છે. થોડાક દિવસ પહેલા જ આમ્રપાલી દ્વારા એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.

જેમાં સુપરસ્ટાર દિનેશ લાલ સાથે તે નજરે પડી રહી છે. ભોજપુરી ફિલ્મમાં તે ખાસ અંદાજના કારણે જાણીતી થઇ ગઇ છે. ભોજપુરી ફિલ્મમાં દિનેશ લાલ યાદવ અને  બ્યુટી ક્વીન આમ્રપાલી યાદવની જાડી સુપરહિટ સાબિત થઇ રહી છે. કેટલીક વખત એવા હેવાલ પણ આવ્યા છે કે આમ્રપાલી અને દિનેશ ની જોડ રિયલ લાઇફમાં પણ એકબીજાના પ્રેમમાં છે. થોડાક સમય પહેલા આમ્રપાલીએ એવા હેવાલને સમર્થન આપ્યુ હતુ કે તે રિયલ લાઅફમાં કોઇના પ્રેમમાં છે.

સાથે સાથે હાલમાં રિલેશનશીપમાં છે. જા કે આ અહેવાલને સમર્થન મળી રહ્યુ નથી. એવી ચર્ચા પણ છે કે ભોજપુરી સ્ટાર આગામી દિવસોમાં હિન્દી ફિલ્મમાં પણ ભાગ્ય અજમાવી શકે છે. આના માટે સલમાન કરતા વધારે મદદ તેની કોઇ કરી શકે તેમ નથી.

Share This Article