ગૂગલ તેજ અને ફોન પે જેવી એપ અત્યારે ખુબ પોપ્યુલર છે કારણકે આ એપ્સ વધારે માત્રામાં કેશબેક આપે છે. તેમની પાસેથી જાણે શીખ્યા હોય તેમ સરકારે ભીમ એપને પોપ્યુલર બનાવવા માટે નવી યોજનાઓ ઘડી કાઢી છે. 14 એપ્રિલ બાબાસાહેબ આંબેડકર જયંતી છે તે જ દિવસથી સરકાર કેશબેકની ગિફ્ટ યુઝર્સને આપશે. એક રિપોર્ટ અનુસાર 900 કરોડ યુઝર્સને કેશબેક અને ઇન્સેન્ટીવ આપશે.
ભીમ એપને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2016માં લોન્ચ કરી હતી, પરંતુ લોકોએ ગૂગલ તેજ અને ફોન પે જેવી એપ્લિકેશનનો ઉપયોગ વધારી દીધો, આ એપ્સ યુઝર્સને વધુ પ્રમાણમાં કેશબેક આપતી હોવાથી તે માર્કેટમાં જલ્દી પોપ્યુલર થઇ ગઇ હતી. ભીમ એપના ફેબ્રુઆરીમાં શેર ડાઉન થઇ ગયા.
કેવી રીતે ઉપયોગ કરશો ભીમ એપ।
- ગૂગલ પ્લે સ્ટોર પરથી એન.પી.સી.આઇ ડેવલોપર્સની ભીમ એપ ઇનસ્ટોલ કરો.
- ત્યારબાદ પોતાની ભાષા પસંદ કરો
- વેરિફીકેશન માટે ફોન નંબર એન્ટર કરો
- વેરિફીકેશન થયાબાદ તમારો પાસવર્ડ સેટ કરો, તમને જણાવી દઇએ કે ભીમ એપ 30 જેટલી બેંકને સપોર્ટ કરે છે માટે તમે કોઇ પણ બેંક દ્વારા પે કરી શકો.
તમારે પણ જો કેશબેકનો ભરપૂર લ્હાવો ઉઠાવવો છે તો હાલ જ ભીમ એપને ઇન્સટોલ કરી લો અને ફાયદો મેળવો.