ભય્યુજીની હત્યા કે આત્મહત્યા ?

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભય્યુજી મહારાજ એટલે કે ઉદય સિંહ દેશમુખની આત્મહત્યાની તપાસ કરવા માટે  પોલીસ સજ્જ થઇ છે. ત્યારે પોલીસ હવે આ કેસમાં નવો વળાંક લઇને આવી છે. પોલિસનું માનવું છે કે, ભય્યુજી મહારાજને કોઇએ આત્મહત્યા માટે મજબૂર તો નથી કર્યા ને. પોલિસ આ મામલે શક્ય હોય તેટલા પૂરાવા એકઠા કરી રહી છે. પોલિસની નજર ભય્યુજી મહારાજની દિકરી કુહુના બયાન પર પણ છે. કારણકે પ્રાથમિક તપાસમાં ભય્યુજી પારિવારિક ઝઘડાને લીધે આત્મહત્યા કરી છે, તેવુ સામે આવે છે. દરેક લોકોને ખબર છે કે, ભય્યુજીની પત્ની આયુષી અને દિકરી વચ્ચે બનતી નહોતી.

ભય્યુજીની કોલ ડિટેઇલ્સ પ્રમાણે 3 એવા નંબર છે, જેના પર 100થી વધારે વાર વાત થઇ છે. પોલિસને આ ત્રણ નંબર પર ડાઉટ છે. શું કારણ છે કે, આ ત્રણ નંબર પર 100થી વધારે વાર વાત થઇ છે. પોલીસને શક છે કે, આત્મહત્યાના તાર આ ત્રણ નંબરથી જ જોડાયેલા છે. બીજા વ્યક્તિને દુખમાંથી કેવી રીતે બહાર આવવું, અને મોટીવેશન આપનાર ભય્યુજી પોતે શા માટે આત્મહત્યા કરે તેનું કારણ આગળની તપાસમાં જ જાણવા મળશે.

આત્મહત્યા છે કે હત્યા તે આગળની તપાસમાં ખબર પડશે.

Share This Article