ભાવનગરમાં સ્પાના નામે ગલગલીયા કરાતા હતા, પોલીસે દરોડા પાડી કુટણખાનાનો કર્યો પર્દાફાશ

Rudra
By Rudra 2 Min Read

ભાવનગરમાં સ્પાની આડમાં ધમધમતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. શહેરના યુવા સુરભી કોમ્પલેક્ષમાં ચાર સ્પા પાર્લરમાં પોલીસે દરોડા પાડીને કુટણખાનું ઝડપી પાડ્યું છે. પોલીસે ચાર અલગ અલગ સ્પામાં દરોડા પાડી યુવતીઓને મુક્ત કરી છે જ્યારે માલિક અને મેનેજરની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલા યુવા સુરભી કોમ્પલેક્ષમાં આવેલા ચાર અલગ અલગ સ્પા પાર્લર પર દરોડા પાડી ગેરકાયદેસર રીતે ચાલી રહેલા કુટણખાના ધંધાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમી મળી હતી કે કોમ્પલેક્ષની અંદર કેટલીક સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પોલીસના દરોડા દરમિયાન એક સ્પામાંથી ત્રણ યુવતીઓને મુક્ત કરાવવામાં આવી જ્યારે સ્પાના માલિક તથા મેનેજરની ધરપકડ કરવામાં આવી.

બીજા સ્પામાંથી છ યુવતીઓને મુક્ત કરાવવામાં આવી, તેમજ એક માલિક, બે મેનેજર અને એક ગ્રાહક સહિત ચાર વ્યક્તિઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. ત્રીજા સ્પામાંથી આઠ યુવતીઓને મુક્ત કરાવવામાં આવી અને એક માલિક તથા એક મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. કુલ મળીને ચાર સ્પા પાર્લરના માલિકો અને મેનેજરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મુક્ત કરાવવામાં આવેલી યુવતીઓને સલામત સ્થળે ખસેડી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આ સ્પા પાર્લરોના લાયસન્સ અને દસ્તાવેજોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક સ્પા લાયસન્સ હેઠળ ચાલતા હોવાનો દાવો કરતા હતા, પરંતુ અંદરથી કુટણખાનાનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હતો. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર રેકેટ પાછળ કયા લોકો સંકળાયેલા છે તથા યુવતીઓને કેવી રીતે લાવવામાં આવી હતી તે અંગેની તપાસ ચાલુ છે.

Share This Article