મૂળ રાજસ્થાન ના અને વડોદરા ખાતે સ્થિત ભટનાગર બંધુઓ જે ઇલેક્ટ્રિકલ કેબલ નો બિઝનેસ કરતા હતા તેઓ દ્વારા દ્વારા અનેક નેશનાલાઇઝ અને પ્રાઇવેટ બેંકો માં કરવા માં આવેલી બે હાજર છસો કરોડ થી વધુ ની છેતરપિંડીનો સનસનીખેજ ખુલાસો 5 એપ્રિલ ના રોજ થયો હતો. આવતીકાલે આ ત્રણેય આરોપીઓ જેમાં એસ એન ભટનાગર અને તેમના પુત્રો અમિત અને સુમિત ભટનાગર બિન જામીનપાત્ર વોરંટ ના કારણે કોર્ટ સમક્ષ રજુ થશે તેવું માનવ માં આવે છે.
તેઓ ઉપર ખોટા આવક અને ધંધા માં પુરાવા રજુ કરી અને અનેક બેંકો જેમાં એક્સસેસ બેન્ક, એસ બી આઈ, દેના બેંક જેવી અનેક બેંકો પાસે થી લોન લઇ અને તે નાણાં ગેરવલ્લે કરવા નો મુખ્ય આરોપ છે. આ સમગ્ર ઘટના માં કોણે – કોણે તેઓની મદદ કરી છે તે સીબીઆઈ ની પુછ પરછમાં સામે આવશે.