“ડાન્સ દીવાને”ના મંચ પર ભારતી સિંઘનો સેન્સુઅલ ડાન્સ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

કલર્સ પર ચાલી રહેલા રિયાલિટી શો ડાન્સ કે દીવાનેના આવી રહેલ એપિસોડ હાસ્યનો ધોધ વરસાવનાર હોવાની ખાતરી છે તથા ટેલિવિઝનની જાણિતી કોમેડિયન ભારતી સિંઘ શો પર ગેસ્ટ તરીકે જોવા મળનાર છે. વધુમાં શું છે – તેણી કિશન નામના એક પ્રતિસ્પર્ધી સાથે એક ખાસ સનસનાટીપૂર્ણ પરફોર્મન્સ પણ આપવાની છે. ‘લહુ મુહ લગ ગયા’ પર તેઓના પરફોર્મન્સે તમામ નજરોને તેઓના પર ચોંટાડી દીધી અને સંપૂર્ણ ટીમ અવાક થઇ ગઇ.

તમામ જજિસ, ખાસ કરીને માધુરી દિક્ષિત એવું લાગતું હતું જાણે તેણી તેઓન પરફોર્મન્સનો દરેકે દરેક હિસ્સો માણી રહેલ હતી. ભારતી, હંમેશાની જેમ પોતાનું આકર્ષણ પ્રસરાવી અને દરેક જણના ચહેરા પર મલકાટ લાવી ગઇ. શો અંગે બોલતાં, પોતે ડાન્સર પણ બનવા માંગતી હતી તેમ જણાવતાં પોતાની લાગણીઓની આપ–લે કરી. “હું સાચે જ મારા જીવનમાં એક ડાન્સર બનવા માંગતી હતી. ડાન્સિંગ હંમેશા મારી ઘેલછા રહેલ છે. એવો શો જયાં વિભિન્ન વય જૂથમાંથી આવનાર દરેક જણ પોતાની ઘેલછા દર્શાવવા અને તેને પૂરી કરવાએક સાથે આવે છે એવો શો જોઇઅને સાચે જ એક સરસ લાગણી અનુભવાય છે. મને અહીં જોવા મળેલ જુસ્સા અને ઊર્જાની હું પ્રમાણિકપણે કદર કરું છું.”

Share This Article