ભારતીય જનતા પાર્ટી આગળ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

નવી દિલ્હી :  આધુનિક સમયમાં સોશિયલ મિડિયાની બોલબાલા વધારે દેખાઇ રહી છે. લોકસભા ચૂંટણીમાં પણ તેની બોલબાલા સ્પષ્ટપણે જાઇ શકાય છે. સોશિયલ મિડિયા મારફતે મતદારો વધારે ખેંચાઇ રહ્યા છે. વર્ષ ૨૦૧૪ની તુલનામાં આ વખતે સોશિયલ મિડિયાનો ઉપયોગ વધારે કરવામાં આવી રહ્યો છે. ભારતીય જના પાર્ટીએ વર્ષ ૨૦૧૪માં જ સોશિયલ મિડિયાની તાકાતને સમજી લીધી હતી. તેનો ઉપયોગ કર્યો હતો. જેનો સીધો ફાયદો પણ થયો હતો. સોશિયલ મિડિયા પર તમામ રાજકીય પક્ષો હવે વધારે તાકાત સાથે આગળ આવી રહ્યા છે. જેના કારણે હવે વધારે ક્રાન્તિ આ મિડિયા પર થનાર છે. સોશિયલ મિડિયા પ્રભાવ નીચે મુજબ છે.

દેશમાં કુલ મતદારો   : ૯૦ કરોડ

ફેસબુક-વોટ્‌સ એપ એકાઉન્ટ ધારક યુઝર્‌  : ૫૪ કરોડ

સોશિયલ મિડિયાથી પ્રભાવિત  :  ૨૭ કરોડ

સોશિયલ મિડિયાથી પ્રભાવિત મતદાર ટકામાં  :  ૩૦ ટકા

 

Share This Article