~ ભારત ટેક્સ 2024 માટે ‘ભાગીદાર રાજ્ય’ તરીકે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ ‘સપોર્ટીંગ ભાગીદાર રાજ્ય’ તરીકે જોડાયા~
~ અગ્રણી ઉદ્યોગ માંધાતાઓ – આદિત્ય બિરલા ગ્રુપ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ, અરવિંદ લિમીટેડ અને વેલસ્પન લિવીંગનો અન્યો ઉપરાંત સમાવેશ થાય છે – જે ભારત ટેક્સ 2024 માટે ભાગીદાર છે ~
નવી દિલ્હી: “ભારતની આગવી વૈશ્વિક ટેક્સ્ટાઇલ ઇવેન્ટ એવી ભારત ટેક્સ 2024 કે જે ફેબ્રુઆરી 26થી 29 દરમિયાન નવી દિલ્હી ખાતે ભારત મંડપમ અને યશોભૂમિ ખાતે યોજાનાર છે તે ઉદ્યોગના ધોરણોને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે સજ્જ છે. ભારત સરકારના કાપડ મંત્રાલયના પ્રતિષ્ઠિત સમર્થન અને કોન્સોર્ટિયમ ઓફ ટેક્સ્ટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા આયોજિત આ ઇવેન્ટ અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટેક્સ્ટાઇલ સંગઠનો, કોર્પોરેટ સાહસો અને ભારતીય રાજ્યો સાથે વ્યૂહાત્મક જોડાણની ગર્વભેર ઘોષણા કરે છે. આ સહયોગ નોંધપાત્ર આગવા કદમને અંકિત કરે છે જે કાપડ ઉદ્યોગમાં વૃદ્ધિ, નવીનતા અને ટકાઉતાને આગળ ધપાવે છે.”
ભારત ટેક્સ 2024 માટે ‘ભાગીદાર રાજ્ય’ તરીકે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ ‘સપોર્ટીંગ ભાગીદાર રાજ્ય’ તરીકે જોડાયા હોવાની ઘોષણા કરતા ગર્વ અનુભવે છે. જે રાજ્યમાં પ્રાદેશિક ટેક્સ્ટાઇલ હેરિટજ અને પ્રગતિકારક પહેલ દર્શાવે છે, આ ભાગીદારીઓ ટેક્સ્ટાઇલઉદ્યોગ માટે ઉત્પ્રેકરક તરીકે કાર્ય કરવા સજ્જ , જે આ રાજ્યોમાં ટેક્સ્ટાઇસનો વારસો દર્શાવે છે. ભારત ટેક્સ 2024એ આદિત્ય બિરલા ગ્રુપને ‘પ્લેટીનમ ભાગીદાર’ તરીકે ઓનબોર્ડ લીધી છે, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ‘ગોલ્ડ પાર્ટનર’, અરવિંદ લિમીટેડડ, ઇન્ડોરમા વેન્ચર્સ, ટ્રાઇડન્ટ ગ્રુપ અને વેલપ્સન લિવીંગને ‘સિલ્વર પાર્ટનર’, ‘સસ્ટેનેબિલીટી પાર્ટનર’, ચાર્જીયર્સ PCCને ‘એસોસિયેટ પાર્ટનર’ અને WGSNને ‘ટ્રેન્ડ પાર્ટનર’ તરીકે સમાવી છે.
વિશ્વભરમાં કાપડ ઉદ્યોગમાં તેમની પ્રતિષ્ઠા માટે ઓળખાતા, સહયોગનો હેતુ ભારતના સમૃદ્ધ ટેક્સટાઇલ વારસા સાથે નવીનતા દર્શાવવા અને વૈશ્વિક કાપડ ઉદ્યોગને આગળ વધારવા માટે ટકાઉ પ્રથાઓ રજૂ કરવા માટે ભારત ટેક્સ 2024ની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવાનો છે. નવીનતા, સહયોગ અને તેના મૂળમાં ‘મેક ઇન ઇન્ડિયા’ ભાવના સાથે, ભારત ટેક્સ 2024એ માનનીય પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના 5F વિઝન – ફાર્મ ટુ ફાઇબરથી ફેક્ટરીથી ફેશનટુ ફોરેનનું પ્રતિબિંબ છે. 40થી વધુ દેશોમાંથી 3000+ પ્રદર્શકો અને 40,000+ મુલાકાતીઓ સાથે આ ઈવેન્ટને વૈશ્વિક સ્તરે સૌથી મોટી ટેક્સટાઈલ ઈવેન્ટ તરીકે ગણવામાં આવે છે. ભારત ટેક્સ 2024એ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને કાપડ પરંપરાઓથી લઈને નવીનતમ ટેકનોલોજીકલ નવીનતાઓ સુધી સમગ્ર કાપડ ઉદ્યોગ મૂલ્ય શ્રૃંખલાનું એક વ્યાપક પ્રદર્શન હશે.
ભારત ટેક્સ 2024 સાથે સહયોગ કરનારા ડોમેસ્ટિક ટેક્સટાઈલ સંગઠનોમાં કોન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી (CITI), ધ સધર્ન ઈન્ડિયા મિલ્સ એસોસિએશન (SIMA), તિરુપુર એક્સપોર્ટ એસોસિએશન (TEA), એક્સેસરીઝ એન્ડ ટ્રીમ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ATMA), અને ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CMAI), બ્રાન્ડ્સ એન્ડ સોર્સિંગ લીડર્સ એસોસિયેશન (BSLA), યાર્ન એથિકલી એન્ડ સસ્ટેનેબલી સોર્સ્ડ, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI), ગારમેન્ટ એક્સપોર્ટર્સ એન્ડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GMEA), સ્ક્રીન પ્રિન્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (SPAI), પોલિએસ્ટર ટેક્સટાઇલ
એપેરલ ઇન્ડસ્ટ્રી એસોસિએશન (PTAIA), ડેનિમ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (DMA), ઇન્ડિયન ઇન્ટરનેશનલ ગાર્મેન્ટ ફેર (IIGF), અને હિન્દુસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ (HCC), તેમજ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સંગઠનોમાં બાંગ્લાદેશ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશન (BGMEA) અને ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરર્સ ફેડરેશન (ITMF)નો સમાવેશ થાય છે.
આદિત્ય બિરલા ગ્રૂપના બિઝનેસ ડાયરેક્ટર શ્રી એચ કે અગ્રવાલે, એમ કહીને ભાગીદારી માટે તેમનો આભાર વ્યક્ત કર્યો કે: “કાપડ ક્ષેત્રને સમર્પિત તેના પ્રકારની પ્રથમ આગવી વૈશ્વિક ઘટનાને સમર્થન આપવા બદલ હું ભારત સરકારને અભિનંદન આપું છું. અમને 'પ્લેટિનમ પાર્ટનર્સ' તરીકે ભારત ટેક્સ 2024 સાથેના અમારા જોડાણ પર ગર્વ છે અને 'આઝાદી કા અમૃત કાલ'ના આ શુભ યુગમાં અમારા ઉદ્યોગના સમૃદ્ધ ભવિષ્યની આશા રાખીએ છીએ.”
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડના પોલીયેસ્ટર ચેઇનના પ્રેસિડન્ટ શ્રી રાજન ડી. ઉદેશીએ આ ઇવેન્ટમાં પોતાના સહયોગ વિશે ટિપ્પણી કરતા જણાવ્યું હતુ કે: ”ભારતમાં મહત્ત્વના ધોરણે યોજાનારી આગામી ભવ્ય ટેક્સટાઇલ ઇવેન્ટમાં મુખ્ય સહભાગી બનવાનો અમને આનંદ અને વિશેષાધિકાર છે. આપણા આદરણીય પ્રધાન મંત્રી દ્વારા આગળ ધપાવાયેલ 5F વિઝન સાથે અમે અમારી જાતને સંરેખિત કરીએ છીએ, જે ભારત ટેક્સ 2024ના આશ્રયથી આબેહૂબ રીતે જીવંત થઈ રહ્યું છે તે વિઝન સાથે અમારા ઉત્સાહની કોઈ સીમા નથી.”
ભારત ટેક્સ 2024ના ચેરમેન શ્રી નરેન્દ્ર ગોએન્કાએ નવી ભાગીદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે: “ભારત ટેક્સ 2024ને વૈશ્વિક સફળતા અપાવવામાં અમૂલ્ય સહયોગ માટે અમે અમારા પ્રતિષ્ઠિત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કાપડ સંગઠનોનો અને કોર્પોરેટ પાર્ટનર્સનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સાથેની ભાગીદારી કાપડ ક્ષેત્રે પરિવર્તન લાવવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને તેમનો અવિશ્વસનીય સમર્થન અમારા સહિયારા વિઝનના ફેબ્રિકને મજબૂત બનાવે છે, કાપડ ઉદ્યોગમાં નવીનતા અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપે છે. સાથે મળીને, અમે વૈશ્વિક સ્તરે કાપડના ભાવિને આકાર આપીને, અમર્યાદ શક્યતાઓની ટેપેસ્ટ્રીનુ વણાટ કરીએ છીએ.”;
ભારત ટેક્સ 2024ના કો-ચેરમેન શ્રી ભદ્રેશ દોઢિયાએ જણાવ્યું હતું કે, “જેમ કે અમે ભારત ટેક્સ 2024માં એકઠા તૈયારી કરી રહ્યા છીએ, તેમ તમામ પ્રતિષ્ઠિત સંગઠનો અને ભાગીદારો પ્રત્યે અમારી કૃતજ્ઞતા વિસ્તરે છે જેમના સહયોગથી આ ઇવેન્ટને નવી ઊંચાઈઓ પર પહોંચાડવામાં આવી છે. તેમની સામૂહિક નિપુણતા અને વૈવિધ્યસભર પરિપ્રેક્ષ્ય આ પ્લેટફોર્મને નવીનતા અને વિકાસની અપ્રતિમ તકો સાથે પ્રેરિત કરે છે. આ સહયોગ એવા માર્ગો બનાવશે જે માત્ર ભારત ટેક્સ 2024ના પ્રદર્શનને જ સમૃદ્ધ બનાવશે નહીં પરંતુ વૈશ્વિક ટેક્સટાઇલ ક્ષેત્રે પણ લહેરાશે, પરિવર્તનકારી પ્રગતિ અને પ્રેરણાદાયી ઉદ્યોગ ઉત્ક્રાંતિને આગળ વધારશે.”;
આ મેગા ટેક્સટાઈલ ઈવેન્ટ માટે એકસાથે આવવા અંગેની તેમની ટિપ્પણી શેર કરતા, ભારત ટેક્સ 2024ના જનરલ સેક્રેટરી શ્રી રાકેશ કુમારે કહ્યું કે: “ભારતના સમૃદ્ધ કાપડ વારસા અને હેન્ડીક્રાફ્ટના વારસાને સ્વીકારતા, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ હેન્ડીક્રાફ્ટ (EPCH) પરંપરા અને નવીનતાઓનો આધાર તરીકે ગર્વ અનુભવે છે. અમારું લક્ષ્ય સર્જનાત્મકતા, કારીગરી અને વાણિજ્યની વાઇબ્રન્ટ ટેપેસ્ટ્રીને જોડવાનું છે.
અમારી પ્રતિબદ્ધતા આ પ્રદર્શન દ્વારા સાંસ્કૃતિક સમૃદ્ધિ અને આર્થિક વૃદ્ધિ સાથે ટેક્સટાઇલ ઉદ્યોગને સમૃદ્ધ બનાવવા માટે ગતિશીલ એકરૂપતાને પ્રોત્સાહન આપે છે.” ભારત ટેક્સ 2024 વૈશ્વિક સ્તરે ટેક્સટાઇલ ક્રાંતિને આગળ વધારવાની ભારતની અતૂટ પ્રતિબદ્ધતાના પ્રમાણપત્ર તરીકે ઊભું છે. સ્થપાયેલી ભાગીદારી આંતરરાષ્ટ્રીય સહયોગને ઉત્તેજન આપવા, સીમાઓને આગળ વધારવા અને કાપડ ઉદ્યોગને વૃદ્ધિ અને સ્થિરતાના નવા યુગમાં આગળ ધપાવવા માટે આ ઇવેન્ટના મહત્વ પર ભાર મુકે છે.
ભારત ટેક્સ 2024નો ઉદ્દેશ્ય ભૌગોલિક સીમાઓને પાર કરતી પ્રગતિને ઉત્પ્રેરિત કરવાનો છે અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં પાવરહાઉસ તરીકે ભારતની સ્થિતિને વધારે છે. જ્ઞાન વિનિમય, ટેકનોલોજીકલ નવીનતાઓ અને ટકાઉ પ્રથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને, સામૂહિક પ્રયાસો જ્યારે પરસ્પર વૃદ્ધિ અને વિકાસ માટે અનુકૂળ વાતાવરણને પોષશે ત્યારે કાપડ ઉદ્યોગના ક્ષેત્રને પુનઃવ્યાખ્યાયિત કરશે.ભારત ટેક્સ 2024 અને ટેક્સટાઇલ સંગઠનો અને અગ્રણી કોર્પોરેટ સંસ્થાઓ વચ્ચેની આ ભાગીદારી ટેક્સટાઇલ સેક્ટરને પરિવર્તનશીલ માર્ગ તરફ આગળ વધારવાની તેની સહિયારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
ભારત ટેક્સ 2024એ ભારતની સમગ્ર કાપડ મૂલ્ય શ્રૃંખલાને સ્થાન આપવા અને પ્રદર્શિત કરવા અને ફેશન, પરંપરાગત હસ્તકલા અને ટકાઉપણાની પહેલમાં તેની શક્તિઓને પ્રકાશિત કરવા માટે એક સંકલિત અને અનન્ય પ્લેટફોર્મ છે.