નેતાજી સુભાષચંદ્ર બોઝ કે જેમનો નારો “તુમ મૂઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા” તેવા શૂરવીર ભારતના સાચા સપૂતની જન્મ જયંતીની ઉજવણી દેશભરમાં થાય છે ત્યારેઅમદાવાદમાં મણિનગર ખાતે “ભારત રક્ષા મંચ” દ્વારા પણ વિશેષરીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં “ભારત રક્ષા મંચ”ના હોદ્દેદારો હાજર રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકે મણિનગરના ધારાસભ્ય શ્રી અમૂલ ભટ્ટ હાજર રહ્યા હતા. શ્રી નવીનભાઈ સેવક અગ્રણી બ્રહ્મસમાજ તથા વિશેષ અતિથી તરીકે શ્રી લક્ષ્મીનારાયણજી શર્મા રાષ્ટ્રીય-ઉપાધ્યક્ષ અને પશ્ચિમ ક્ષેત્ર સંગઠન પ્રમુખ ભારત સંઘ તથા કબીર પંથના શ્રી મહંત તુલસીદાસજી તથા શ્રી અરુણસિંહ રાજપુત તથા શ્રી ઈલેવન ઠાકર-ગુજરાત પ્રાંત પ્રમુખ ભારત રક્ષા મંચ તથા શ્રી પાર્થ પંડ્યા અગ્રણી સહીતના મહાનુભાવોએ હાજર રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા. કાર્યક્રમ નિમિત્તે “ભારત રક્ષા મંચ”ના ઘણા હોદ્દેદારોનું સન્માન પણ શ્રી અમૂલ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ખાસ દિવસે નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિની ઉજવણી નિમિત્તે મહાનુભાવોએ મંચ પરથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝને યાદ કરી તેમના યોગદાનનો પરિચય આપ્યો હતો.
“ભારત રક્ષા મંચ” દ્વારા હિન્દુ સંગઠનને મજબૂત કરવાનું કામ કરવાની સાથે સાથે આઝાદીમાં જેમને પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે તેવા સુભાષચંદ્ર બોઝ સહીતના મહાન લડવૈયાઓને પણ યાદ કરી આજની નવી પેઢીને તેમના વિશે સમજ પણ આપવામાં આવે છે. લોકોમાં દેશભાવનાની જ્યોત જગાવવાનું કામ પણ રક્ષા મંચ કરતું આવ્યું છે.
વક્તા તરીકે શ્રી નિલય ભટ્ટે નેતાજીના બલિદાન અને અંગ્રેજો સામેની લડાઈ પરનું ભાષણ આપ્યું હતું. ધારાસભ્ય શ્રી અમૂલ ભટ્ટે પણ તેમના જીવન કવન વિશે પ્રેરણાત્મક વાત કહી હતી.
આજના યાદગાર દિવસે ગુજરાત પ્રાંતની કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે શ્રી ધર્મેન્દ્રસિંહ ગોહિલ, શ્રી ગોપાલ ઉપાધ્યાય તથા શ્રી ભગવાન ઝાને વિધીવત રીતે ઉપાધ્યક્ષ તરીકે વર્ણવવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લા અને શહેરના પ્રમુખ તરીકે શ્રી મહિપતસિંહ જાડેજાના પૌત્ર અને શ્રી અનિરુદ્ધસિંહ જાડેજાના પૂત્ર એવા શ્રી શક્તિસિંહ જાડેજાને રાજકોટની કમાન સોંપવામાં આવી. અમદાવાદની કમાન શ્રી રમેશ ભરવાડ કે જેઓ આર.કે. તરીકે ઓળખાય છે તેમને સોંપવામાં આવી હતી. આ ઉપરાંત સુરતની કમાન શ્રી નિતીન રાણાને સોંપવામાં આવી હતી.