અમદાવાદ : ગુજરાત રાજ્યના યશસ્વી મખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાંભારત કે મન કી બાત મોદી કે સાથ અભિયાનનો શુભારંભ કરાવી ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રીકમલમ ખાતેથી ગુજરાત રાજ્યના તમામ ૨૬ લોકસભા ક્ષેત્રો માટેના ૨૬ રથોનું પ્રસ્તાવ કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હુતં કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નવિનતમ વિચાર સાથે જનજનના મનની વાત જાણી તે મુજબનું સંકલ્પપત્ર તૈયાર કરવાના વિચાર સાથે દેશના યુવાનો, મહિલાઓ, દલીતો, આદિવાસીઓ, કિસાનો, વેપારીઓ જેવા અલગ અલગ વિષયો ઉપર દેશની પ્રજા ભવિષ્યમાં કયા પ્રકારના બદલાવ ઇચ્છે છે તે માટેના સૂચનો મેળવી તેના આધારે સંકલ્પપત્ર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ માટે રાજ્યની તમામ ૨૬ લોકસભા બેઠકોમાં રથ મોકલવામાં આવશે જેના દ્વારા જનતાની વચ્ચે જઇ જનતાના સૂચનો મેળવવામાં આવશે. આ માટે એક ટોલ ફ્રી નંબર ૩૫૭૧૭૧૭૧૭ પણ રાખવામાં આવેલ છે તેમજ અલગ અલગ સાર્વજનિક સ્થળો પર સૂચનપત્રો માટે દેશમાં ૭૫૦૦૦થી વધારે સૂચનપેટીઓ રાખવામાં આવશે, રથની સ્ક્રીન ઉપર પાંચ વર્ષમાં થયેલ વિકાસ કાર્યો તથા ભવિષ્યના ભારતની ઝાંખી બતાવવામાં આવશે. જનતા પોતાના સૂચનો વિવિધ માધ્યમો જેવા કે, ટોલ ફ્રી નંબર, સૂચન્પત્ર, વોટ્સએપ, વેબસાઇટ, એસએમએસ વગેરે ડિજિટલ માધ્યમો દ્વારા મોકીલ શકશે જેના આધારે સૂચનોની તારવણી કરી સંકલ્પપત્ર તૈયાર કરવામાં આવશે. જનતાના સ્વપ્નનું ભારત બનાવવા, ભારતના ભવિષ્ય તથા વિકાસ માટે જનતાની ઇચ્છાનુસાર સંકલ્પપત્ર તૈયાર કરી જાહેર કરવામાં આવશે.
આ પ્રમાણે ચૂંટણીના ભાગરુપે ગુજરાતની તમામ ૨૬ લોકસભા ક્ષેત્રોમાં રથ પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ પહેલા દેશમાં જ્યારે અરાજકતા, અંધાધૂંધી, ભ્રષ્ટાચાર, નેતૃત્વવિહિનતા જેવી પરિસ્થિતિ હતી ત્યારે દેશની જનતાએ ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મુક્યો હતો જેના પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં ભારતે વિકાસની નવી ઉંચાઈઓ સર કરી છે. ગત તારીખ ૩ ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતેથી રાષ્ટરીય અધ્યક્ષ અમિત શાહના હસ્તે ભારત કે મન કી બાત મોદી કે સાથ શરૂ થયેલા અભિયાન મારફતે જનતાના સૂચનો મેળવી તેના આધારે આવતા પાંચ વર્ષનો રોડમેપ એટલે કે સંકલ્પપત્ર તૈયાર કરવામાં આવશે.