કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ભારત જોડો યાત્રાની અસર આરએસએસ પર પણ પડી છે આથી જ મોહન ભાગવત મદરેસા પહોંચ્યા હતાં.દિગ્વિજયસિંહે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધતા કહ્યું કે હિન્દુ રાષ્ટ્રની વાત બંધારણમાં તો નથી આ સનાતન ધર્મને જાણતા જ નથી આ તો ખુરશી માટે સનાતન ધર્મને વેચી રહ્યાં છે.દિગ્વિજયસિંહ ભારત જોડો યાત્રાની આયોજન સમિતિના પ્રમુખ છે. એ યાદ રહે કે સપ્ટેમ્બર મહીનામાં સંધ પ્રમુખ મોહન ભાગવતે ઓલ ઇન્ડિયા મુસ્લિમ ઇમામ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ઇમાન ઉમર ઇલિયાસીથી દિલ્હીના કસ્તુરબા ગાંધી માર્ગ ખાતે મુલાકાત લીધી હતી આ મુલાકાત લગભગ એક કલાક સુધી ચાલી હતી.
સંધ પ્રમુખ જતેમના આમંત્રણ પર ઉત્તરી દિલ્હીમાં મદરેસા તાજવીદુલ કુરાનનો પ્રવાસ કર્યો હતો અને બાળકોની સાથે વાત કરી હતી.સંધ પ્રમુખ પહેલીવાર કોઇ મદરેસામાં ગયા હતાં તેમણે બાળકોથી રાષ્ટ્રની બાબતમાં વધુ જાણવાની જરૂરત પર ભાર મુકયો હતો અને કહ્યું હતું કે પુજાની પધ્ધતિ અલગ અલગ હોઇ શકે છે પરંતુ તમામ ઘર્મોનું સમ્માન કરવું જોઇએ.
ત્યારબાદથી કોંગ્રેસે સંધ પર નિશાન સાધવાનું શરૂ કર્યું દિગ્વિજયસિંહે પહેલા પણ આ રીતનો આરોપ લગાવ્યો હતો કે ભારત જોડો યાત્રાને કારણે હવે સંધ પ્રમુખ મદરેસાઓમાં જઇ રહ્યાં છે દિગ્વિજયસિંહનું કહેવુ છે કે તમે જોવો હવે આ યાત્રા પોતાના અંતિમ મુકાબ શ્રીનગર પહોંચશે ત્યારે શું થાય છે.એ યાદ રહે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા કરનાલથી કુરૂક્ષેત્ર જીલ્લામાં પ્રવેશી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતાં.