બોલિવૂડ સ્ટાર સલમાન ખાન એક્ટિંગ બાદ હવે બિઝનેસમાં હાથ અજમાવવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં તે મુંબઈની મ્સ્ઝ્રમાં એક આલીશાન હોટેલ બનાવશે.તમને જણાવી દઈએ કે, સલમાન ખાન પહેલા રેસિડેન્શિયલ સોસાયટી બનાવવા માંગતો હતા. પરંતુ, તેણે હવે પોતાનું ધ્યાન રહેણાંક સોસાયટીમાંથી હોટલ બનાવવા તરફ વાળ્યું છે. સલમાન ખાન મુંબઈના બાંદ્રા કાર્ટર રોડ પર ૧૯ માળની આલીશાન હોટેલ બનાવવાની યોજના બનાવી રહ્યો છે. જે જમીન પર સલમાન ખાન હોટલ બનાવવા જઈ રહ્યો છે તે પહેલા રહેણાંક સોસાયટી સ્ટારલેટ સીએચએસની જમીન હતી. જે સલમાન ખાને તેની માતા સલમા ખાનના નામે લીધો હતો. ત્યારે સ્ટારલેટ સીએચએસનું નવીનીકરણ કરવામાં આવશે અને રહેણાંક સંકુલ તરીકે વિકસાવવાની યોજના બનાવી હતી.
જોકે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્લાન બદલાઈ ગયો છે. રિપોર્ટ અનુસાર, સલમાન ખાન મુંબઈના પ્રાઇમ લોકેશન બાંદ્રામાં તેની સી-ફેસિંગ હોટેલ બનાવશે. આ હોટલ ૧૯ માળની હશે. હોટલની બ્લુપ્રિન્ટ અનુસાર, બિલ્ડિંગના પહેલા અને બીજા માળે એક કેફે અને રેસ્ટોરન્ટ હશે. ત્રીજા માળે જીમ સાથે સ્વિમિંગ પૂલ બનાવવામાં આવશે. જ્યારે ચોથો માળ સર્વિસ ફ્લોર હશે. કન્વેન્શન સેન્ટર પાંચમા અને છઠ્ઠા માળે બનાવવામાં આવશે. ત્યારબાદ તેની સામે સાતમા માળથી ૧૯મા માળ સુધી એક હોટેલ બનાવવામાં આવશે. હોટેલમાંથી સમુદ્રનો ખાસ નજારો જોવા મળશે. સાથે જ દબંગ ખાનની હોટલમાં તમામ લક્ઝરી સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. સમાચાર અનુસાર, મુંબઈના નવા ડેવલપમેન્ટ કંટ્રોલ અને પ્રમોશન રેગ્યુલેશન મુજબ ખાનના આર્કિટેક્ટ સપ્રે એન્ડ એસોસિએટ્સે નવી ઈમારતનો પ્લાન તૈયાર કર્યો છે, જે ૬૯.૯૦ મીટર ઉંચી હશે, જે કોમર્શિયલ ઈમારત હશે અને કેન્દ્રીય હવા-ઉજાસ હશે.
૧૯ માળમાંથી પહેલા અને બીજા માળ પર કાફે અને રેસ્ટોરન્ટ બનાવવાની યોજના છે. સલમાન ખાનની મુંબઈમાં ઘણી પ્રોપર્ટી છે. ગેલેક્સીમાં એપાર્ટમેન્ટ સિવાય તેની પાસે પોવેલમાં ફાર્મહાઉસ અને ગોરાઈમાં બીચ પ્રોપર્ટી છે. આ ઉપરાંત તેણે તાજેતરમાં મુંબઈના પ્રાઇમ લોકેશન બાંદ્રા વેસ્ટમાં પણ એક પ્લોટ લીઝ પર લીધો છે. જેના માટે તે દર મહિને ૧.૫ લાખ રૂપિયા ચૂકવે છે.