ભાઇજાનને 5 વર્ષની સજા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

‘હમ સાથ સાથ હૈ’ ના શૂટિંગ દરમિયાન ખાલી સમયમાં અભિનેતા સલમાન ખાન, સૈફ અલી ખાન સાથે કરિશ્મા કપૂર અને તબ્બૂ ફરવા નિકળ્યા હતા અને જોધપૂરમાં બે કાળિયારનો શિકાર કર્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી આ કેસ ગૂંચવાયેલો હતો, સલમાન ખાનની સાથે બીજા કો-એક્ટર્સ પણ આ કેસમાં દોષી છે તેવું માનવામાં આવી રહ્યું હતુ, પરંતુ વર્ષોની લડત બાદ આજે ચૂકાદો આવ્યો. સલ્લુમિયાને 5 વર્ષની જેલ અને 10 હજાર રૂપિયાની સજા કરવામાં આવી છે.

કોર્ટમાં સલમાન ખાન પોતાને નિર્દોષ જ કહી રહ્યો હતો પરંતુ પૂરાવા તેની વિરુદ્ધ હોવાથી ભાઇજાનને સજા સંભળાવામાં આવી હતી. સલ્લુમિયાને સજા સંભળાવતાની સાથે જ તેની બંને બહેનો ચોધાર આંસુએ રડી પડી હતી. સલમાન ખાનની આંખમાંથી પણ આંસુ સરી પડ્યા હતા. સલમાનને આજે જ જોધપૂર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે. 5 વર્ષની સજા હોવાથી સલમાનને જામીન પણ નહી મળે.

સલમાન ખાન પોતાને નિર્દોષ હોવાનો દાવો કરી રહ્યો છે, માટે તે સુપ્રીમ કોર્ટમાં જઇ શકે તેવી શક્યતા છે. સલમાનને સજા સંભળાવતાની સાથે સલમાનના ચાહકોમાં દુ:ખની લાગણી પ્રવર્તી ગઇ હતી. થોડા જ સમયમાં સલમાન માટે ઘણી બધી twit આવી ગઇ હતી. એક તરફ સલમાનના ચાહકો નિરાશ થયા છે ત્યાં બીજી બાજુ વિશ્નોઇ સમાજમાં સલમાનને સજા થતા જ ખુશીની લહેર ફરી વળી છે.

સલમાન ખાન અત્યારે 3 ફિલ્મો સાથે સંકળાયેલ છે અને જો તેને જામીન નહી મળે તો બોલિવુડ ઇન્ડસ્ટ્રીને 500 કરોડથી વધુનુ નુકશાન થશે. સલમાનને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવશે ત્યારબાદ તેને જોધપૂર સેન્ટ્રલ જેલમાં લઇ જવામાં આવશે.

Share This Article