માધવપુર ઘેડ ખાતે શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ ધર્મોત્સવને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘એકાત્મ ભારત’ના વિચારને મૂર્તિમંત કરવા રૂક્ષ્મણીજીની ભગવાન કૃષ્ણ સાથેની ગુજરાત અને અરૂણાચલ પ્રદેશની સાંકળરૂપ યાત્રાને મહોત્સવ સ્વરૂપે મનાવીને બે સંસ્કૃતિઓના મિલનના શુભ આશયથી આ પરંપરાને રાષ્ટ્રીય સ્તરે પાંચ દિવસીય ઉત્સવમાં પરિવર્તિત કર્યો છે.
માધવરાયજી નિજ મંદિરે સર્વ મહાનુભાવો દ્વારા માધવરાયજીને પુષ્પાંજલી અર્પિત કરી શીશ ઝુકાવી વંદન કર્યા હતા. મંદિરના મુખ્યાજી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહીત સર્વે મહાનુભાવોને તીલક કરી ઉપરણા પહેરાવી ગીતાજી તેમજ પ્રસાદ ભેટ ધરાયો હતો.
આ તકે એક મુલાકાતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગૌરવ સાથે ગુજરાત અને અરૂણાચલ પ્રદેશ વચ્ચે પૌરાણિક સંબંધ હોવાનો ઉલ્લેખ કરી ફરીથી એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવેલ પ્રયાસને સરાહનીય કર્યો હતો.
જેના ભાગ રૂપે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ મણીપુરના મુખ્યમંત્રી એન.બીરેનસીંઘ, અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ, રાજયપાલ બિગ્રેડિયર (ડૉ.) બી.ડી.મિશ્રા, ગુજરાત રાજયના રાજયપાલ ઓ.પી.કોહલી, અરૂણાચલ પ્રદેશના કેન્દ્રિય સાંસ્કૃતિક રાજયમંત્રી ડૉ.મહેશ શર્મા, કેન્દ્રિય ગૃહ રાજયમંત્રી કિરેન રિજ્જુ, ગુજરાત રાજયના પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા તથા યુવક સેવા સાંસ્કૃતિક રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોએ માધવપુર મદિરની મુલાકત લઈ ઈતિહાસ અને સંસ્કૃતિનો સ્વયં પરિચય કર્યો હતો.
આ સાથે ઉપસ્થિત અરૂણાચલ પ્રદેશ તેમજ મણીપુર રાજયના મુખ્યમંત્રી દ્વારા પૂર્વોતર અને પશ્ચિમ રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક અને પૌરાણિક અનન્ય સંબંધના પ્રવેશ દ્વાર ખુલ્યા હોવાનું જણાવ્યું હતું.