ભાદરવી મેળામાં લોકો ચાલતા કેમ જાય છે…..

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read
????????????????????????????????????

પાલનપુર: આદ્યશક્તિ મા અંબાનું તીર્થસ્થાન અંબાજી હજારો વર્ષથી લોકોની શ્રદ્ધાનું પરમધામ છે. આ પવિત્ર સ્થાન પ્રાચીન સમયથી છે. સીતાજીને શોધવા ભગવાન રામચંદ્રજ અને લક્ષ્મણ અર્બુદાચલના જંગલોમાં પહોંચ્યા ત્યારે શૃંગી ઋષિએ તેઓને માતાજીના દર્શનાર્થે મોકલ્યા હતા. ભગવાન રામે માતાજીની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી ત્યારે માતાજીએ પ્રસન્ન થઇને રાવણને નાશ કરવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતું. એ બાણથી જ રાવણનો નાશ થયાની માન્યતા છે. ભારદવી મહામેળાના થોડાક દિવસો પછી નવરાત્રિ આવે છે.

નવરાત્રિ પ્રસંગે પોતાના ગામમાં ગરબે રમવા પધારવા માતાજીને આમંત્રણ આપવા ભક્તો ચાલતા અંબાજી આવવાની માન્યતા છે. માતાજી શક્તિસ્વરુપ હોવાથી ચાલીને કષ્ઠ વેઠતા અંબાજી જવાથી માતાજી જલદી પ્રસન્ન થાય છે તેવી માન્યતા હોવાથી માઇભક્તો પદયાત્રા કરીને અંબાજી જાય છે.

Share This Article