ભાભીજીએ આપ્યો ટ્રોલર્સને સણસણતો જવાબ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

‘ભાભીજી ઘર પર હૈ’ની અંગુરી ભાભી એટલે શુભાંગી અત્રે. શુભાંગીને લોકોએ શિલ્પા શિંદેના બદલામાં સ્વીકારી લીધી છે. તેણે જૂની અંગુરીને દર્શકોના દિલમાંથી કાઢીને પોતાનું સ્થાન બનાવી દીધુ છે. તેની દરેક હરકત પર તેના ફેન્સની નઝર હોય છે.

હાલમાં જ શુભાંગી અત્રે થાઇલેન્ડમાં વેકેશન માણવા ગઇ હતી. તેણે બીચ પર બીકીની પહેરી હતી અને તેની તસવીરો સોશિયલ મિડીયા પર શેર કરી હતી. આ તસવીરો જોઇને શુભાંગીના ફેન્સ નારાજ થયા હતા અને તેને ટ્રોલ કરી હતી. નટખટ અને સુશીલ ભાભીજીનું પાત્ર કરનાર શુભાંગીએ આ શું પહેર્યુ હતુ. લોકોએ શુભાંગીને તેના આ ફોટોને લઇને ટ્રોલ કરી હતી.

વાત એટલી બધી વધી ગઇ કે શુભાંગીએ તેનું મૌન તોડવું જ પડ્યું. શુભાંગીએ જણાવ્યુ હતુ કે, આ તસવીરો તેના પતિએ લીધી હતી. મને સારી લાગી તો તેને શેર કરી હતી. બીચ પર હુ સ્વીમ સુટ નહી પહેરુ તો શું સાડી પહેરીને જાઉ ? બીચ પર સાડી પહેરીને ના જવાય. સાથે જ તેણે જણાવ્યુ હતુ કે, લોકોએ તે સમજવું જોઇએ કે અંગુરી ભાભી અલગ છે અને શુભાંગી અલગ છે. શુભાંગીનું જીવન અંગુરીના જીવનથી સાવ અલગ છે.

શુભાંગીએ સણસણતો જવાબ આપીને ટ્રોલર્સના મોઢા બંધ કરાવી દીધા છે. શુભાંગીને 10 વર્ષની એક દીકરી પણ છે. હવે કદાચ ટ્રોલર્સ શુભાંગીને સમજી શક્યા હશે.

Share This Article