જુઓ ઇશાન ખટ્ટરની ફિલ્મ બિયોન્ડ ધ ક્લાઉડ્સનું ટ્રેલર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read
  • બિયોન્ડ ધ ક્લાઉડ્સનું દિગ્દર્શન ઇરાની ફિલ્મ નિર્દેશક માજિદ માજીદી દ્વારા કરવામાં આવ્યું છે

  • ફિલ્મમાં સંગીત એ.આર.રહેમાને આપ્યું છે

શાહિદ કપૂરના નાના ભાઇ ઇશાન ખટ્ટર અભિનીત ફિલ્મ બિયોન્ડ ધ ક્લાઉડ્સનું ટ્રેલર ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે.

ઇશાન અભિનીત આ ફિલ્મ ઇરાની ફિલ્મ નિર્દેશક માજિદ માજીદી દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ફિલ્મ શૈલીને લઇને જાણીતા છે. જેઓ ફિલ્મમાં વાસ્તવિકતાના રંગ પુરવા માટે જાણીતી છે. આજે લોંચ કરવામાં આવેલ બિયોન્ડ ધ ક્લાઉડ્સનું ટ્રેલરને ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં ઇશાનની સાથે માલવિકા મોહનન અભિનય કરતી જોવા મળશે. આ ફિલ્મનું મ્યુઝિક ડાયરેક્શન એ.આર.રેહમાન દ્વારા કરવામાં આવ્યું છે.

બિયોન્ડ ધ ક્લાઉડ્સને જોતા એવું લાગી રહ્યું છે કે આ પ્રેમ, ગુન્હા, જિંદગીના પાસાઓની આસપાસ રહેતી ફિલ્મ છે. આ ફિલ્મમાં મુંબઇ ગરીબી જોઇ શકાય છે. જેમાં ભાઇ મોટો માણસ બનવાના લપના જુએ છે.

ઇશાન ખટ્ટર બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂર સાથે ધડક ફિલ્મમાં કામ કરી રહ્યો છે, જેને લઇને હાલમાં તે ખૂબ જ ચર્ચામાં છે.

 

Share This Article