૧૫-૧૭ ડિસેમ્બર વચ્ચે ૩ રાજ્યોમાં હળવા વરસાદનું હવામાન વિભાગનું દ્વારા એલર્ટ અપાયું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઉત્તર ભારતમાં આકરી ઠંડી પડવા લાગી છે. નોર્થ ઉત્તર પ્રદેશ, નોર્થ રાજસ્થાન, હરિયાણા-ચંદીગઢ, દિલ્હી, પંજાબના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આ રાજ્યોમાં મિનિમમ તાપમાન છથી ૧૦ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રેકોર્ડ થઈ શકે છે. આ સિવાય ઓછામાં ઓછા ૧૧ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ભારતમાં ૧૬ અને ૧૭ ડિસેમ્બર, બે દિવસ ભારે વરસાદ થઈ શકે છે. ૧૫-૧૭ ડિસેમ્બર વચ્ચે તમિલનાડુ, કેરલ, માહેમાં હળવા વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સાઉથ તમિલનાડુમાં ૧૬ અને ૧૭ ડિસેમ્બર અને કેરલમાં ૧૭ ડિસેમ્બરે ભારે વરસાદ પડી શકે છે. ધૂમ્મસને લઈને હવામાન વિભાગે કહ્યું કે પંજાબ, હરિયાણા, ઉત્તરી ઉત્તર પ્રદેશના વિસ્તારમાં ૧૪ અને ૧૫ ડિસેમ્બરે સવારે ધૂમ્મસ જાેવા મળશે.. આ સિવાય ત્રિપુરામાં ૧૪ ડિસેમ્બરે ધૂમ્મસ જાેવા મળશે. તો શ્રીનગરમાં આ સીઝનની સૌથી ઠંડી રાત જાેવા મળી છે. તાશ્મીરમાં શીતલહેર જેવી સ્થિતિ વચ્ચે પાછલી રાત્રે ઘાટીમાં પારો ઘણી ડિગ્રી નીચો રહ્યો. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે શહેરનું લઘુત્તમ તાપમાન શૂન્યથી ૫.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે પાછલી રાત્રે શૂન્યથી ૧.૫ ડિગ્રી સેલ્સિયસ નીચે હતું. તેમણે કહ્યું કે પાછલી રાત જમ્મુ-કાશ્મીરની શિયાળુ રાજધાની શ્રીનગરમાં આ સીઝનની સૌથી ઠંડી રાત જાેવા મળી છે. અધિકારીઓએ જણાવ્યું કે અમરનાથ યાત્રાની આધાર શિબિરોમાં સામેલ અનંતનાગ જિલ્લાના પહલગામમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી ૫.૩ ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું, જ્યારે બારામૂલા જિલ્લામાં પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી ૫.૫ ડિગ્રી નોંધાયું છે.

Share This Article