પિંક-કલર આર્થિક સર્વેક્ષણ ૨૦૧૭-૧૮ જેંડર સંબંધિત બાબતોની
મુખ્ય વિશેષતાઓ બેટી બચાવો, બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના અને ફરજિયાત માતૃત્વ રજા
પાછલા ૧૦ થી ૧૫ વર્ષોમાં મહિલાઓની ક્ષમતાનો દ્રષ્ટિકોણ અને પરિણામો વિશે ૧૭માંથી ૧૪ નિર્દેશકો પર ભારતનું પ્રદર્શન સારૂં રહ્યું છે. તેમાંથી ૭ નિર્દેશકોમાં સુધારો કંઇક એવો રહ્યો છે કે ભારતની સ્થિતિ વિકાસના સ્તરોને માપ્યા બાદ અનેક દેશોમાં સમાન દેખાય છે. તેમ કેન્દ્રીય નાણા તથા કોર્પોરેચ બાબતોના મંત્રી અરૂણ જેટલીએ સંસદમાં પિંક-કલર આર્થિક સર્વેક્ષણ ૨૦૧૭-૧૮ રજૂ કરતાં જણાવ્યું હતુ.
સારી વાત એ છે કે મહિલાઓ સાથે જોડાયેલા પરિણામો સમાનતા દર્શાવે છે કે, જે સમાન અવસરના દેશોની સરખામણીએ ભારતમાં ઘણી હદ સુધી સમૃદ્ધિ વધવાની સાથે સાથે એટલા સારા બનતા જાય છે કે જનતાને લગતા પાસાઓની બાબતમાં તે પછાત પણ રહેતા જોવા મળે છે, ત્યાં સમયની સાથે તેમની વધુ આગળ વધવાની આશા પણ વધતી જાય છે. અન્ય સુચકાંકો મુખ્યત્વે રોજગાર અને પરિવર્તનીય ગર્ભનિરોધકનો ઉપયોગ અને પુત્રની ઈચ્છાના સંબંધમાં, ભારતે હજુ ઘણું આગળ વધવાનું છે કારણકે વિકાસ આ સમસ્યાઓનું સમાધાન નથી બની શક્યો. ભારતની અંદર જ ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. જ્યાં પૂર્વોત્તરના રાજ્યોએ (દેશના અન્ય ભાગો માટે એક આદર્શ) અન્ય રાજ્યોની તુલનામાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને તે એટલા માટે નથી શક્ય બની શક્યું કારણ કે તે સમૃદ્ધ છે; અંદરનાં રાજ્યો આ બાબતમાં પછાત રહી ગયા છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે દક્ષિણી રાજ્યો પોતાના વિકાસ સ્તરની સરખામણીએ સારું પ્રદર્શન નથી કરી રહ્યા.
સ્ત્રી પુરુષ ભેદભાવનો પડકાર લાંબા સમયથી, કદાચ સદીઓથી ચાલતો આવ્યો છે. એટલા માટે બધા જ પક્ષો સંપૂર્ણ રીતે તેના સમાધાન માટે જવાબદાર છે. ભારતે પુત્ર માટેની, ત્યાં સુધી કે વધારે પુત્રો માટેની સમાજની આ પ્રબળ મહત્વકાંક્ષા ઉપર વિચાર કરવો જોઈએ, કે જે વિકાસથી અપ્રભાવિત જોવા મળી રહી છે. સ્ત્રીઓ અને પુરુષોમાં પ્રતિકુળ જાતિ પ્રમાણના કારણે ‘ખોવાયેલ’ મહિલાઓની સમસ્યાની ઓળખ થઇ શકી છે. પરંતુ વધારે પુત્રોની મહત્વકાંક્ષા પ્રસુતિ ક્ષમતા રોકવાના નિયમોમાં પણ પ્રતિબિંબિત થઇ શકે છે, જે અંતિમ સંતાન માટે જાતિ આધારિત હોય અને જે કદાચ ‘અનિચ્છનીય’ કન્યાઓનાં વર્ગને જન્મ આપે છે, આવી કન્યાઓની સંખ્યા અંદાજીત 21 મિલિયનની આસપાસ આંકવામાં આવી છે. સમાજનો એ ઉદ્દેશ્ય હોવો જોઈએ કે આ ધ્રુણાસ્પદ શ્રેણીઓ નજીકના ભવિષ્યમાં ઈતિહાસ ન બની જાય. સરકારની બેટી બચાવો, બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના અને અનિવાર્ય માતૃત્વ રજાઓના નિયમો એ સાચી દિશામાં લેવામાં આવેલા પગલા છે.
સમીક્ષા 2017-18માં જોવા મળ્યું છે કે, અનેક પાસાઓ ખાસ કરીને રોજગાર અને પ્રતિવર્તી ગર્ભનિરોધકનાં ઉપયોગ પર ભારતે અન્ય દેશોની બરાબરીમાં આવવા માટે કેટલાક સુધારા કરવા પડશે.