કોલકત્તા : પશ્ચિમ બંગાળમાં રાજકીય હત્યાઓ કોઇ નવી વાત નથી. રાજકીય હત્યાઓનો ઇતિહાસ બંગાળમાં રહેલો છે. પરંતુ વર્ષ ૨૦૧૮ રાજકીય હિંસા અને હત્યાઓના કારણે પશ્ચિમ બંગાળ રક્તરંજિત બની ગયુ હતુ. વર્ષ ૨૦૦૧ બાદથી હજુ સ્ધી રાજકીય હત્યાઓનો આ આંકડો સૌથી મોટો રહ્યો છે. સાથે સાથે આ આંકડો ભયાનક પણ રહ્યો છે. હત્યામાં માઓવાદીના ઉપયોગના સંકેત પણ મળી રહ્યા છે. પંચાયત ચૂંટણી બાદથી હજુ સુધી રાજકીય કારણોસર વર્ષ ૨૦૧૮માં ૬૮ પાર્ટી કાર્યકરોની હત્યા કરવામાં આવી હતી. જે વર્ષ ૨૦૦૧ બાદથી સૌથી મોટો આંકડો છે.
૧૪મી મેના દિવસે પંચાયતી ચૂંટણી દરમિયાન એક જ દિવસમાં ૧૭ લોકોના મોત થઇ ગયા હતા. પુરુલિયા જિલ્લાના બલરામપુરમાં ભાજપ કાર્યકર ત્રિલોચત મહાતો અને દુલાલ કુમારની હત્યા કરી દેવામાં આવી હતી. બંનેના મૃતદેહો વૃક્ષ પર લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. વધતી જતી બેરોજગારીના કારણે પણ હિંસા થઇ રહી છે. પોલીસ વહીવટીતંત્ર પર સત્તારૂઢ પાર્ટીના વધતા જતા દબાણના કારણે પણ આ હાલત થઇ છે. રાજકીય પંડિતો પણ માને છે કે બેરોજગારીના કારણે લોકો પરેશાન થયેલા છે. બેરોજગાર યુવાનો કમાણી કરવા માટે રાજકીય પાર્ટી સાથે જાડાઇ રહ્યા છે.
સાથે સાથે પોતાના ઉમેદવારને કોઇ પણ કિંમતે જીતાડી દેવા માટેના પ્રયાસ કરે છે. આના માટે હિંસાનો માર્ગ પણ અપનાવવા માટે તૈયાર રહે છે. કોંગ્રેસના નેતા અને તત્કાલીન મુખ્યપ્રધાન સિદ્ધાર્થ શંકર રોયના જમાનાથી જ પ્રદેશમાં હિંસા જારી રહી છે. બંગાળમાં ૧૯૭૧થી લઇને ૧૯૭૭ વચ્ચેના ગાળામાં સ્થિતી ખુબ ખરાબ હતી. એ ગાળાને ગુન્ડારાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ વખતે નક્સલવાદીઓના ટાર્ગેટ પર કોંગ્રેસના લોકો પણ હતા. હવે ભાજપ અને તૃણમુળ વચ્ચે જારદાર સ્પર્ધા જાવા મળી રહી છે.