ફાઇવ જીથી ખેડુતોને ફાયદો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મોટી વયના લોકો માટે ફાઇવ જી ટેકનોલોજી ખુબ જ અસરકારક સાબિત થનાર છે. આ ટેકનોલોજી તેમને આરોગ્ય પર નજર રાખવામાં પણ ઉપયોગી સાબિત થનાર છે. સાથે સાથે વધારે સારા નેટવર્કિગથી તેમને ટેલેહેલ્થ સેવા સાથે જોડી રાખવામાં પણ મદદગાર સાબિત થનાર છે. ગ્રામીણ ક્ષેત્રોમાં પણ ફાઇવ જી નેટવર્ક ક્રાક્તિકારી સાબિત થનાર છે. ખેતીવાડીની સ્માર્ટ ટેકનોલોજી, ખેતરોમાં લાગેલા સેન્સરો મારફતે ઓનલાઇન જોડાઇને રહેવામાં મદદ મળશે. સાથે સાથે પશુ, પાક અને હવામાન પર પણ નજર રાખવામાં મદદ મળશે. આનાથી ખુબ લાભ થનાર છે.

ફાઇવ જી ટેકનિક પર આધારિત આ આધુનિક સુવિધા ખેડુતોને પાક, જમીનના પ્રકાર, જમીનની ફળદ્રુપતા અને અન્ય બાબતો અંગે ઉપયોગી માહિતી આપશે. પાણીના પ્રમાણ, જન્તુનાશકના ઉપયોગની માહિતી પણ સેટેલાઇટ્‌સ અને ડ્રોન મારફતે ઉપલબ્ધ કરાવશે. સરહદ પર ઓટોમેટિક વાહનોથી પેટ્રોલિંગ, સ્માર્ટ એનર્જી ગ્રીડસ અને ઝડપી સેટેલાઇટથી સુરક્ષા કરવાની બાબત વધારે સરળ બની જશે. એક અગ્રણી હિન્દી અખબારે વોશિન્ટન પોસ્ટની સાથે ખાસ સમજુતી હેઠળ આ માહિતી પ્રકાશિત કરવામાં આવ્યા બાદ આની ભારે ચર્ચા છે. આ ટેકનોલોજી માટે મોબાઇલ ટાવર અને ઉંચી ઇમારતો પર નાના શક્તિશાળી નેનો એન્ટિના પેન્ક લગાવવામાં આવનાર છે. જે ફાઇવ જી મોબાઇલની ગતિને અનેક ગણી વધારી દેવામાં ઉપયોગી સાબિત થનાર છે.

Share This Article