ઉનાળાની ઋતુમાં આવતી અને સહુને પ્રિય એવી દ્રાક્ષના કેટલાક ફાયદાઓ વિશે ચર્ચા કરીએ, દ્રાક્ષ ખુબ પ્રખ્યાત અને સ્વાદિષ્ટ ફ્રૂટ છે કે જે બહુ બધા પોષક તત્વોથી ભરપૂર છે. દ્રાક્ષની સાથે સાથે તેના બીજ પણ આરોગ્ય માટે ફાયદાકારક છે જે ડાયાબિટીસ અને આંખના રોગને ઘટાડવામાં મદદ કરે છે.
દ્રાક્ષમાં રહેલા પોષક તત્વો
દ્રાક્ષમાં મુખ્યત્વે ફાટોનુંટ્રીઅન્ટ અને ફિનોસ નામના મૂળભૂત વિટામિન જોવા મળે છે અને આ ઉપરાંત વિટામિન K, A, C અને વિટામિન B6, થાઈમિન, રીબોફલાવીન અને તે ઉપરાંત મિનરલ્સ જેવા કે પોટેશિયમ,કેલ્શ્યિમ અને મેગ્નેશિયમ,સોડિયમ, ફોસ્ફરસથી ભરપૂર છે, પાણીનુ પ્રમાણ વધુ હોવાથી તે શરીરને હાઇડ્રેટ રાખે છે.
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
અસ્થમા સામે રક્ષણ :
અસ્થમાને દૂર કરવા માટે દ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં હાઈડ્રેટિંગ પાવરનું પ્રમાણ ઉંચુ હોવાથી તે ફેફસામાં મોશ્ચરનું પ્રમાણ જાળવી રાખે છે.
અલ્ઝાઈમરનું રિસ્ક ઓછું કરે છે :
તેમાં પોલીફિનો નામનું લાભકારી તત્વ કે જે આ રોગની સામે રક્ષણ આપે છે,દ્રાક્ષનો જ્યુસ પણ મગજના સ્નાયુને સક્રિય રાખવામાં મદદ કરે છે. તેમાં વધારાનું પાણી ઉમેરવું નહિ, તેના પલ્પ અને બીજના લીધે માથાના દુખાવામાં રાહત મળે છે.
અપચો અને કબજિયાતમાં ફાયદો:
પેટની ગરમીને દૂર કરે છે અને પેટમાં બળતરા અને અપચાનો ઉપચાર કરે છે, તેમાં રહેલા ફાઇબર્સ કબજિયાત થતી અટકાવે છે.
થાકમાં ઘટાડો :
દ્રાક્ષનાં જ્યુસમાં આયર્ન પૂરતા પ્રમાણમાં હોવાથી તે થાકને દૂર કરે છે,જે લોકો એનેમીયાથી પીડાતા હોય તેઓએ નિયમિત દ્રાક્ષ ખાવી જોઈએ તેમાં રહેલા મિનરલ્સ અને આયર્ન બોડીમાં રેડસેલર્સને જાળવી રાખવામાં મદદ કરે છે.