માઇક્રો એટીએમના લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા રોકેટ ગતિથી બદલાઇ રહી છે. આગામી દિવસોમાં સુધારો વધારે થાય તેવા સંકેત પણ મળી રહ્યા છે. આને એક ક્રાન્તિ તરીકે પણ ગણી શકાય છે. મે મહિનામાં ૩.૩૫ કરોડના ટ્રાન્જેક્શન થયા છે. જે ક્રાન્તિ તરફ ઇશારો કરે છે. દેશમાં ડિજિટલ ટ્રાન્ડજેક્શનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. ગ્રામીણ ક્ષેત્રમાં આધાર ઇનબલ્ડ પેમેન્ટ ચેનલ (એઇપીએસ) એટલે કે માઇક્રો એટીએમની વ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. જેના કારણે લોકો માટે રોકડ પૈસા ઉપાડી લેવા માટેની બાબત સરળ બની ગઇ છે. ગ્રામીણ અર્થવ્યવસ્થાને વધારી દેવામાં તેની ચાવીરૂપ ભૂમિકા રહેલી છે.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કહેવા મુજબ મે મહિનામાં માઇક્રો એટીએમ મારફતે ૩.૩૫ કરોડ ટ્રાન્જેક્શન થઇ ચુક્યા છે. જેનુ મુલ્ય ૯૦૦૦ કરોડ રૂપિયાની આસપાસ પહોંચે છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેનાર લોકો પણ હવે કિરાણા સ્ટોરમાં ફિંગર પિન્ટ અને સ્કેન કરીને રોકડ રકમ મેળવી રહ્યા છે. વર્ષ ૨૦૧૫માં ગ્રામીણ લોકોને કેટલીક ભેંટ મળી હતી. ૧૦ હજાર રૂપિયા સુધી ઉપાડી શકાય છે અને જમા કરાવી શકાય છે. આંકડા પર નજર કરવામા આવે તો હાલમાં દેશના ૭૨૦ જિલ્લામાં ૨.૨ લાખ એટીએમ આવેલા છે. જે લોકોની તમામ જરૂરિયાતોને પૂર્ણ કરી રહ્યા છે. ગ્રામીણ ક્ષેત્રમાં હજુ સુધી ૪૦ હજાર એટીએમ આવેલા છે. તમામ લોકોને આ અંગેની માહિતી નથી કે વર્ષ ૨૦૧૫માં માઇક્રો એટીએમની શરૂઆત એનસીપીઆઇ દ્વારા કરવામાં આવી હતી. આ ગામોમાં લોકો માટે કેશ પોઇન્ટની જેમ છે. જ્યાં બાયોમેટ્રિક સિસ્ટમથી જોડાયેલા ડિવાઇસમાં ફિંગર પ્રિન્ટ સ્કેન કરીને લોકો આધાર કાર્ડ સાથે જાડાયેલા બેંકોંમાં એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકે છે. આ કેશ ઇન અને આઉટ સેન્ટર્સની જેમ કામ કરે છે.
મોટા સ્તર પર ફેરફારને લોકો અનુભવ કરી રહ્યા છે. પહેલા શુ થતુ હતુ તે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો જાણે છે. પહેલા લોકોને બેંકની પાસે અથવા તો નજીકના શહેરમાં રહેલી બેંકોમાં પૈસા ઉપાડવા માટે જવાની જરૂર પડતી હતી. માઇક્રો એટીએમની મદદથી માત્ર ફિગરપ્રિન્ટની મદદથી ખાતામાં રહેલી રકમ ઉપાડી શકાય છે. ફરી એકવાર આંકડા પર નજર કરવામાં આવે તો કહી શકાય છે કે ગ્રામીણ ક્ષેત્રોમાં માઇક્રો એટીએમનુ નેટવર્ક વધી રહ્યુ છે. વર્ષ ૨૦૧૮માં ૨૦ કરોડ ટ્રાન્જેક્શન થયા હતા. આ વર્ષે પ્રથમ પાંચ મહિનાના ગાળામાં જટ્ઠ ૧૪.૫ કરોડ ટ્રાન્જેક્શન થઇ ચુક્યા છે. ગ્રામીણ વિસ્તારોની વાત કરવામાં આવે તો ૬૦ હજારથી વધારે માઇક્રો એટીએમ હજુ સુધી સ્થાપિત કરવામાં આવી ચુક્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ૧૯ ટકા સુધી એટીએમ સ્થાપિત કરવામાં આવી ચુક્યા છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા પાંચ વર્ષથી વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યુ છે. જેના કારણે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોના જીવન ધોરણમાં ઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે. સાથે સાથેતેમની આવકને વધારી દેવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે.
દેશના ગ્રામીણ વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટકચર પર તમામ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે જેથી આવા તમામ વિસ્તારોમાં વધારે પ્રમાણમાં રોજગારીની તક સર્જાઇ રહી છે. જેથી લોકોની આવક વધી રહી છે. ખેડુતોની આવક પણ સતત વધી રહી છે. ખેડુતોની આવકને વધારી દેવા માટે મોદી સરકાર દ્વારા એક પછી એક વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં એટીએમની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. લોકોને સામાન્ય રીતે રોકડની સુવિધા મળે તે માટે વધારે ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. રોજગારીની તક વધતા આવક વધી રહી છે. જેથી તેમની બચત વધી રહી છે. બેંકોમાં વધુને વધુ ખાતા ખોલવામાં આવી રહ્યા છે. ગ્રામીણ ક્ષેત્રોમાં ૪૦ હજાર એટીએમ છે. આ સંખ્યા વધારે તઇ શકે છે. ગ્રામીણ વિસ્તારમાં મોટા પાયે ફેરફાર જોવા મળી રહ્યા છે. આંકડા દર્શાવે છે કે આજે પણ ૬૦ ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે.
ગ્રામ્ય વિસ્તારમાં ૧૯ ટકા એટીએમ સ્થાપિત કરવામાં આવ્યા બાદ તેની સંખ્યા વધારી દેવા પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. ડિજિટલ લેવડદેવડને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મોદી સરકાર કેટલીક રાહતો પણ આના માટે અવિરત પણે આપી રહી છે.