આધુનિક ભાગદોડની લાઇફમાં દરેક વ્યક્તિ લાઇફસ્ટાઇલને જટિલ બનાવી લે છે. જેના કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યા ઉભી થાય છે. આ તમામ સમસ્યાઓમાં એક સમસ્યા એસિડિટીની પણ રહેલી છે. નિષ્ણાંત તબીબો અને જાણકાર લોકોનુ કહેવુ છે કે એસિડિટીની દવાઓ લેવા કરતા ટેવમાં ફેરફાર કરવાની બાબત વધારે ફાયદો કરાવે છે. ગેસ અને એસિડિટીથી બચવા માટે લોકો તબીબોની સલાહ વગર એન્ટીએસિડિક દવાનો ભરપુર ઉપયોગ કરે છે. હાલના શોધમાં કેટલીક ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે.
જે દર્શાવે છે કે આ દવાને લાંબા સમય સુધી લેવાના કારણે કિડની પર સીધી અને પ્રતિકુળ અસર થાય છે. આના કારણે ગેસ્ટ્રિક કેન્સર પણ થઇશકે છે. ભારત સરકારના ડ્ગ્સ કન્ટ્રોલર જનરલે કહ્યુ છે કે જો ક્ટરી સલાહ પર કેટલીક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે. તબીબો અને નિષ્ણાંતો કહે છે કે આ દવાઓ મુખ્ય રીતે ત્રણ પ્રકારની રહે છે. પહેલી દવા પેટના એસિડ ન્યુટ્રલ કરનાર હોય છે. અથવા તો ઓછા સમયમાં તરત આરામ આપે છે. બીજી એચ૨ બ્લોકર્સ હોય છે જે ૧૨ કલાક સુધી હિસ્ટામીનને રોકીને રાહત આપે છે. ત્રીજી પ્રોટોન પંપ ઇનહિબિટર્સ અથવા તો પીપીઆઇ હોય છે. જે એસિડના મોટા પ્રમાણને તરત જ રોકનાર હોય છે. તેને પેટ સુધી પહોંચવા દેતી નથી. નિષ્ણાંતો કહે છે કે ભોજનને પચાવી દેવા માટે પેટમાં એસિડ સ્ત્રાવ હોય છે. આને ગેસ્ટ્રિક જુસ કહેવામાં આવે છે. તેમાં હાઇડ્રોક્લોરિક એસિડ, પોટેશિયમ અને સોડિયમ ક્લોરાઇડ હોય છે.
આ તમામ પાચનને યોગ્ય અને વ્યવસ્થિત રાખે છે. સાથે સાથે ગૈસ્ટ્રિક કેન્સર માટે જવાબદાર બેક્ટેરિયા ને પણ ખતમ કરે છે. આવી સ્થિતિ માં જ્યારે બિનજરૂરી રીતે એન્ટીએસિડિક દવા લેવામા આવે છે ત્યારે સારા બેક્ટેરિયા પણ મરી જાય છે. કિડનીને પણ નુકસાન થાય છે. આંકડા દર્શાવે છે કે પીપીઆઇ લેવાના કારણે નુકસાન થાય છે.
પીપીઆઇ લેનાર પાંચ પૈકી એક વ્યક્તિ ને તો આની ટેવ પડી જાય છે. આ તમામ પ્રકારની સમસ્યાથી બચવા માટે દવા નહીં બલ્કે એસિડિટી બનાવનાર કારણો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય છે. જેમ કે ફાસ્ટ અને જંક ફુડ વધારે ખાવાની ટેવ, લિકવીડ ડાઇટ, નીંદની કમીને પણ કારણ તરીકે ગણવામાં આવે છે. કસરત ન કરવાની બાબત પણ આની સામે જોડાયેલી છે. વધારે પડતા ટેન્સનના કારણે પણ પેટમાં બળતરા અને ગેસની સમસ્યા રહે છે. કેટલીક દવાના કારણે પણ વધારે ગેસ બને છે. દેશી ઉપાય પણ રહેલા છે.
જેના ભાગરૂપે ઠંડુ દુધ પીવામાં આવે તો ફાયદો થાય છે. એક ટુકડા આદુ ન ખાવામાં આવે તો પણ ફાયદો થાય છે. ડાઇટમાં કેળા અને આંવળાને સામેલ કરવામાં આવે તો પણ ફાયદો થાય છે. જો કેટલીક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તો એસિડિટ દવા લેવાની જરૂર પડશે નહીં.
આના માટે દરરોજ ૩-૪ લીટર પાણી પિવાની જરૂર હોય છે. પાણીના અભાવમાં ગેસ, એસિડિટી થાય છે. ટેન્સનના કારણે કેટલાક એવા હાર્મોન હોય છે જે પાચનતંત્રને ખરાબ કરે છે. ટેન્સનના કારણે પ્રોસ્ટાગ્લેડિન્સ નામના હાર્મોનમાં વધારો થાય છે. જેના કારણે એસિડિટી થાય છે. કસરત કરવાના કારણે શરીરના મેટાબોલિક બેલેન્સને જાળવી શકાય છે. સ્ટ્રેસ હાર્મોન ૪૦૦૦ કરોડ રૂપિયાથી વધારેનો કારોબાર પહોંચી ચુક્યો છે.
તબીબોની સલાહ લીધા વગર દવા ઘાતક પુરવાર થઇ શકે છે પણ ઘટી જાય છે. દરરોજ ૪૫ મિનિટ સુધી કસરત કરવાથી ફાયદો થાય છે. ઓછી નીદંના કારણે એસિડિટી વધી જવાના કારણે તકલીફોમાં વધારો થાય છે. ડાઇટમાં સિઝનલ ફળફળાદીનો ઉપયોગ હમેંશા લાબ કરાવે છે. એસિડિટીની ફરિયાદ કરતા હાલના સમયમાં મોટા ભાગના લોકો જોવા મળે છે. સાથે સાથે આના કારણે પરેશાન પણ રહે છે. તબીબોની સલાહ લીધા વગર આડેધડ દવાઓ પણ લેવામાં આવે છે.
આ તમામ કારણોસર સમસ્યા ધીમે ધીમે વધતી રહે છે. ઓછા પ્રમાણમાં પાણી પીવાના કારણે આ સમસ્યા વધારે વધી જાય છે. ડાઇટમાં કેટલીક ચીજો એવી લેવામાં આવે જેના કારણે આ તકલીફને ટાળી શકાય છે. આના માટે સિઝનલ ફળ મહત્વપૂર્ણ રહે છે. દેશી ઉપાય પણ રહેલા છે. જેનો પ્રયોગ કરીને સમસ્યાને ટાળી શકાય છે. ટુંકમાં એસિડીટીની દવા લેવા કરતા પોતાની ટેવમાં ફેરફાર કરવામાં આવે તો ફાયદો વધારે થાય છે. તબીબોનુ કહેવુ છે કે જો લાઇફસ્ટાઇલને શિસ્ત સાથે આગળ વધારી દેવામાં આવે તો દવાઓની વધારે જરૂર રહેશે નહીં.