લોર્ડસ : રોમાંચ, રોમાંચ અને માત્ર રોમાંચ. લોર્ડસના ઐતિહાસિક મેદાન ખાતે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ અડધી રાત્રી રમાઇ હતી. જેમાં ક્રિકેટની તમામ સર્વોપરિતા જોવા મળી હતી. રોમાંચની ચરમસીમા પણ જોવા મળી હતી. ક્રિકેટની રચના કરનાર યજમાન ઇંગ્લેન્ડ અને સમગ્ર ટુર્નામેન્ટમાં જોરદાર દેખાવ કરનાર ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે આ ફાઇનલ મેચ રમાઇ હતી. લોર્ડસના મેદાનમાં હાઉસફુલની સ્થિતી હતી. ખેલાડીઓની સાથે સાથે સમર્થકો અને તમામ ક્રિકેટ ચાહકોના ધબકારા પણ વધેલા હતા. વિશ્વમાં આવી ફાઇનલ મેચની કલ્પના ક્યારેય કોઇ ચાહકે કરી ન હશે. ગજબ ખેલની સાથે સાથે નીચે મુજબ છે.
• લોર્ડસના ઐતિહાસિક મેદાન ખાતે મેચ આખરે રોમાંચની ચરમસીમા પર પહોંચી ગયા બાદ ટાઇ પડી હતી. ત્યારબાદ મેચ સુપર ઓવરમાં પ્રવેશી હતી. સુપરઓવર પણ ટાઇ રહેતા મેચ અંગે નિર્ણય બાઉન્ડ્રી આધારે લેવામાં આવ્યો હતો
• ઇંગ્લેન્ડનુ વર્ષ ૧૯૭૫ બાદથી આખરે વર્લ્ડ કપ જીતવાનુ સપનુ પૂર્ણ થયુ
• ઇંગ્લેન્ડની ટીમે આખરે લક બાય ચાન્સ સાથે વર્લ્ડ કપમાં જીત મેળવી લીધી
• મેચમાં અનેક ટ‹નગ પોઇન્ટ જોવા મળ્યા જેના કારણે ક્રિકેટ ચાહકોના શ્વાસ રોકાઇ ગયા હતા
• ખેલાડીઓની સાથે સાથે સમર્થકો અને તમામ ક્રિકેટ ચાહકોના ધબકારા પણ વધેલા હતા. વિશ્વમાં આવી ફાઇનલ મેચની કલ્પના ક્યારેય કોઇ ચાહકે કરી ન હશ
• બંને ટીમોના સુપર ઓવરમાં ૧૫ ૧૫ રન રહ્યા હતા
• મેન ઓફ ધ સિરિઝ તરીકે કેન વિલિયમસનની પસંદગી કરવામાં આવી
• કરિશ્મો કરે તેવો બેન સ્ટોક્સે છગ્ગો લગાવ્યો અને ગુપ્ટિલે ઓવર થ્રો કરતા એક બોલમાં ઇંગ્લેન્ડને છ રન મળી જતા જોરદાર ટર્નિગ પોઇન્ટ આવ્યો
• મેચ બાદ સ્ટોક્સે માફી પણ માંગી
• વર્લ્ડ કપ વિજેતા ઇંગ્લેન્ડ બનતા ઇંગ્લેન્ડના ચાહકો રોમાંચિત થઇ ગયા
તુર્કીના ઇસ્તંબુલમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા અફરાતફરી મચી ગઈ
તુર્કીના ઇસ્તંબુલમાં લગભગ બપોરે ૩.૧૯ વાગ્યે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા ૬.૨ ની રિક્ટર સ્કેલ પર નોંધાઈ હતી,...
Read more