સિંગલ મધર હોવું બહુ મુશ્કેલ છેઃ દીપશિખા નાગપાલ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

દર વર્ષે આપણે એક દિવસ માતૃત્વના જોશની ઉજવણી કરવા અને શિક્ષિકા, ગુરુ, મિત્ર સહિત અનેક ભૂમિકા ભજવીને સૌથી મોટો આધાર અને પ્રેરણા બનતી માતાના પ્રયાસોની સરાહના કરવા માટે સમર્પિત કરીએ છીએ. મધર્સ ડે એક એવો દિવસ છે જ્યારે દરેક માતા અને સંતાનને તેમના મજબૂત જોડાણની યાદો તાજી કરવાનો મોકો મળે છે ત્યારે બોલીવૂડ અને ટેલિવિઝનની અભિનેત્રી દીપશિખા નાગપાલઆ મધર્સ ડે પર નિશ્ચિત જ તેના ઘર અને સંતાનોથી દૂર હશે.

દીપશિખા હાલમાં &TV પર મૈ ભી અર્ધાંગિનીમાં નીલાંબરીનું પાત્ર ભજવતી જોવા મળી રહી છે. તે લગભગ ૪ મહિનાથી પોતાના મુંબઈના ઘરથી દૂર જયપુરમાં શૂટ કરી રહી છે. બે સંતાનના જીવન સાથે હળતીમળતી રહેવા માટે તે સતત મુંબઈમાં આવે છે, જેથી પોતાની પુત્રી અને પુત્ર સાથે મોકળાશનો સમય વિતાવી શકે. બંને સંતાનની ઉંમર હાલ અનુક્રમે ૧૮ અને ૧૩ વર્ષ છે. વ્યસ્ત શૂટ શિડ્‌યુલ સાથે અભિનેત્રી  પર પણ શૂટમાં વ્યસ્ત હશે જેથી તને અગાઉ નિયોજન કર્યા મુજબ આ દિવસે પોતાના સંતાનો સાથે દિવસ વિતાવવાનો સમય મળવાનો નથી.

ઘરથી દૂર રહેવાની મુશ્કેલીઓ વિશે દીપશિખા કહે છે, મને મૈ ભી અર્ધાંગિની માટે શૂટ કરવાનું ગમે છે તેટલું જ મુંબઈમાં મારા સંતાનોને છોડીને જયપુરમાં આવવાનું દુઃખ થાય છે. પહેલી વાર હું કામ માટે ઘરથી આટલો સમય દૂર રહી છું અને આ અંતર મને લાગ્યું તેના કરતાં પણ મુશ્કેલ છે. મને સમય મળે ત્યારે હું મુંબઈની ફ્‌લાઈટ પકડી લઉં છું, જેથી તેમની જોડે સમય વિતાવવા મ ળે. સતત વહેલી સવારે ૫ની પ્લાઈટ અને જયપુરમાં મોડી રાત્રે પાછી આવવાથી મારા આરોગ્ય પર પણ પરિણામ થયું છે. અમુક હું મુંબઈમાં જાઉં છું તે જ રાત્રે પાછી આવું છું. આમ એક આખો દિવસ પ્રવાસ થાય છે, જેને લીધે થાકી જાઉં છું, પરંતુ સંતાનોને જોઈને થાક દૂર થઈ જાય છે. મને થાક લાગે અને વ્યસ્ત રહું છું તે ખરી વાત છે પરંતુ સંતાનો માટે કરી રહી છું તેનો સંતોષ થાય છે. મારો સ્વભાવ એવો છે. આથી મારા સંતાનોનું મારી સાથે મજબૂત જોડાણ રહ્યું છે.

મેં કામમાં ક્યારેય સંઘર્ષનો સામનો કર્યો નથી, પરંતુ માતૃત્વમાંથી વધુ ભાવનાઓ ઊભરી આવે છે. હંર યુવા હતી ત્યારે પણ શૂટમાં વ્યસ્ત રહેતી હતી, પરંતુ તે છતાં તેમનો ઉછેર બરોબર થાય તે માટે કોઈ કસર બાકી રાખતી નહોતી અને હું દૂર છું તેવું મહેસૂસ થવા દેતી નથી. સિંગલ મધર હોવું તે દેખીતી રીતે જ મુસ્કેલ છે. ખાસ કરીને તેમની વૃદ્ધિ થતી હોય ત્યારે તેમના જીવનની ઘણી બધી પ્રવૃત્તિઓ તમે ચૂકી જાઓ છો. દેખીતી રીતે જ તમારા સંતાનોની વૃદ્ધિ થતી જોવું તે દરેક માતાનો ભાવનાત્મક સંઘર્ષ હોય છે.

આખો દિવસ કઈ રીતે વિતાવે છે એવું પુછાતાં તે કહે છે, હું નિયમિત રીતે મારા સંતાન જોડે વાત કરું છું. અમુક વાર દિવસમાં પાંચ- પાંચ વાર વાત કરું છું. હું ઘરથી દૂર છું પરંતુ તેમના જીવનના દરેક ઉતારચઢાવ વિશે વાકેફ રહું છું. હું માનું છું કે મારા પુત્ર અને પત્રી સાથે મારું જોડાણ છેલ્લા થોડા મહિનામાં વધુ મજબૂત બન્યું છે અને હું માનું છું કે તે તેમના ઉદ્ધાર માટે પણ છે. હું કામમાં ગમે તેટલી વ્યસ્ત હોવા છતાં મારા સંતાનની બેસ્ટ ફ્રેન્ડ રહી છું. અમે રોમાંચક આઉટિંગ્સ અને વેકેશન્સની યોજના ઘડી કાઢીએ છીએ, જ્યાં અમે એકત્ર મજેદાર સમય વિતાવીએ છીએ અને રોજના તણાવથી દૂર રહીએ છીએ. આપણે બધા જ જીવનમાં અમુક કટિબદ્ધતા ધરાવીએ છીએ અને મારા સંતાન તે સારી રીતે સમજે છે અને મને ટેકો આપે છે. માતા માટે આ મહત્વપૂર્ણ છે.

મધર્સ ડે પર ગેરહાજર રહેવાની ખોટ પૂરવા માટે દીપશિખા ટૂંક સમયમાં જ પુત્ર અને પુત્રી જોડે ઓસ્ટ્રિયાની મજેદાર ટ્રિપ પર જઈ રહી છે. તે આશાવાદી છે ત્યારે તેનું પાત્ર નીલાંબરી માધવ (અવિનાશ સચદેવ) અને વૈદેહી (અદિતિ રાવત)ના જીવનમાં મુશ્કેલી પેદા કરવા માટે વધુ એક શયતાની યોજના ધરાવે છે.

Share This Article