ગોલ્ડની રજૂઆત પહેલા મૌનીને ત્રણ ફિલ્મો મળી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: અક્ષય કુમાર અને મૌની રોય અભિનિત ગોલ્ડ ફિલ્મ રજૂ કરવામાં આવી ચુકી છે. આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટિકાકારો પણ તેની પ્રશંસા કરી રહ્યા છે. ગોલ્ડ ફિલ્મની રજૂઆત પહેલા જ મૌની રોયને ત્રણ ફિલ્મો હાથ લાગી ચુકી છે. તે બોલિવુડમાં એક આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી  ચુકી છે. અક્ષય કુમાર પણ તેની એક્ટિંગ કુશળતાના કારણે ભારે પ્રભાવિત છે. અક્ષય કુમારનુ કહેવુ છે કે મૌની રોય આગામી સમયમાં વધારે કુશળ સ્ટાર તરીકે  ઉભરી શકે છે. તેનુ કહેવુ છે કે તે એક દશકના ગાળામાં જ તે આશરે ૪૨ ફિલ્મમો કરી શકે છે.

ટીવીની લોકપ્રિય સ્ટાર હવે બોલિવુડમાં સફળતા તરફ વધી રહી છે. મોની ચાહકોમાં પહેલાથી જ લોકપ્રિય રહી છે. ગોલ્ડ ફિલ્મમાં તે અક્ષય કુમારની પત્ની ના રોલમાં કામ કરી રહી છે. પ્રમોશનલ ઇવેન્ટસ કાર્યક્રમમાં મૌની રોયે કહ્યુ છે કે ફિલ્મ ગોલ્ડની ચારેબાજુ ચર્ચા થઇ રહી છે. ટીવી શો નાગિનમાં તે ખુબ લોકપ્રિય થઇ હતી. ત્યારબાદ તેની ફિલ્મોમાં એન્ટ્રી થઇ ગઇ હતી. ગોલ્ડ તેની બોલિવુડ કેરિયરની પ્રથમ ફિલ્મ છે. મૌની રોય પોતે નક્કરપણે માને છે કે નવી અભિનેત્રીઓ વચ્ચે સ્પર્ધા કરવી સરળ નથી. પરંતુ તે સેક્સ અને દેશ એમ બન્ને રોલ અદા કરવા માટેની ઇચ્છા ધરાવે છે. તે કોઇ એક પ્રકારની છાપ સાથે ફિલ્મોમાં કામ કરવા માટે ઇચ્છુક નથી.

મૌની રોય હાલના સમયમાં સૌથી વધારે ચર્ચામાં રહી છે. ગોલ્ડ ફિલ્મમાં તેની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. ગોલ્ડ ફિલ્મ સાથે તે બોલિવુડમાં એન્ટ્રી કરી ચુકી છે. પ્રથમ જ ફિલ્મ અક્ષય કુમાર જેવા ટોપ સ્ટાર સાથે હાથ લાગતા તે ભારે ખુશ દેખાઇ રહી છે. તેની કેરિયરમાં પ્રથમ ફિલ્મની સાથે જ તેજી આવી ગઇ છે.

Share This Article