એર કંડિશનર તાપમાનમાં દરેક એક ડિગ્રીની વૃદ્ધિના ઉપયોગ કારયેલી વીજળીમાં ૬ ટકાની બચત થાય છે. માનવ શરીરનું સામાન્ય તાપમાન આશરે ૩૬-૩૭ ડિગ્રી સેલ્સિયસ હોય છે, પરંતુ મોટા ભાગે કોર્પોરેટ્સ, હોટલ અને ઓફિસોમાં ૧૮-૨૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવી રાખવામાં આવે છે. આ ન માત્ર અસહ્ય છે, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય નથી. ૧૮-૨૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં લોકોને ગરમ કપડા અથવા ઘાબળા ઓઢવાની જરબર પડે છે. આ ઊર્જાનો વ્યય છે. જાપાન જેવા કેટલાંક દેશોમાં ૨૮ ડિગ્રી સેલ્સિયસ રાખવાનો નિયમ છે. – તેમ ઊર્જા રાજ્ય મંત્રી આર.કે. સિંહે એર કંડિશનના ક્ષેત્રમાં ઊર્જા ક્ષમતાને પ્રોત્સાહિત કરવા માટે એક અભિયાનની શરૂઆત કરતાં જણાવ્યું હતુ.
મંત્રાલયની દેખરેખમાં બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (બીઈઈ)એ એક અભ્યાસ કરાવ્યો છે અને એર કંડિશન માટે ૨૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખવા માટેની ભલામણ કરી છે. આ નવી અભિયાનથી વીજળી બચત થશે અને ગ્રીનહાઉસ ગેસમાં ઘટાડો થશે.
૪-૬ મહીનાના જાગૃતતા અભિયાન બાદ લોકોનો પ્રતિભાવ મે્ળવ્યા પછી એક સર્વેક્ષણ પછી વિદ્યુત મંત્રાલય તેને જરૂરી બનાવવા પર વિચાર કરી રહ્યું છે. જો તમામ ગ્રાહકો આ અપનાવી લે તો દર વર્ષે ૨૦ અરબ યૂનિટ વીજળીની બચત થશે.