એફસીએ ઈન્ડિયાએ બજારમાં તેની એસયુવી લોન્ચ કર્યાના એક વર્ષથી ઓછા સમયમાં ૨૫,૦૦૦ વેચાણનું સિમાચિહ્ન હાંસલ કરવાની ઊજવણીના ભાગરૂપે આજે જીપ કમ્પાસ ‘બેડરોક’ લિમિટેડ આવૃત્તિ લોન્ચ કરી છે. એફસીએ ઈન્ડિયાએ પૂણે નજીક તેના રંજનગાંવ એકમમાંથી ભારતની સૌથી વધુ એવોર્ડ મેળવનારી એસયુવી (૨૦૧૭) જીપ કમ્પાસ એક વર્ષ અગાઉ લોન્ચ કરી હતી. બેડરોક ‘સ્પોર્ટ’ ટ્રીમમાં ૨.૦ લીટર ૧૭૩ પીએસટર્બો ડીઝલ એન્જિન, ૬-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન, ૪X૨ ડ્રાઈવ કન્ફીગ્યુરેશન સાથે ઉપલબ્ધ હશે.
ભારતીય માર્ગો પર સૌથી સલામત એસયુવીમાંની એક જીપ કમ્પાસ ૩૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ લોન્ચ કરાઈ હતી અને ત્યારથી તેણે ભારતીય એસયુવી બજારમાં સ્પર્ધામાં વધુ પડકાર ઊભો કર્યો છે અને તે ફોર વ્હિલર ખરીદીની પેટર્નમાં નોંધપાત્ર પરીવર્તન લાવી છે તેમજ તે ગ્રાહકોની અપેક્ષાઓને નવા સ્તર પર લઈ ગઈ છે.
જીપ કમ્પાસ બેડરોક અંગે ટીપ્પણી કરતાં એફસીએ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર કેવિન ફ્લીને જણાવ્યું હતું કે, ‘જીપ કમ્પાસ રજૂ કરીને એક વર્ષથી ઓછા સમયમાં બજારમાં અમે જે સિદ્ધિ હાંસલ કરી છે તેનો અમને ગર્વ છે. જીપ કમ્પાસ સાથે એફસીએ ઈન્ડિયાએ છેલ્લા ૧૦ વર્ષમાં ૧૨ મહિનાના સમયની અંદર શ્રેષ્ઠ વેચાણનું સ્થાન હાંસલ કર્યું છે. અમે ભારતીય ગ્રાહકો સાથે ૨૫,૦૦૦ વેચાણનું સિમાચિહ્ન હાંસલ કરવાની ઊજવણી કરી રહ્યા છીએ, જેના ભાગરૂપે અમે જીપ કમ્પાસ બેડરોક લિમિટેડ એડિશન રજૂ કરી છે.’
જીપ કમ્પાસ બેડરોક લિમિટેડ એડિશન રીવર્સ પાર્કિંગ કેમેરા, ૧૬-ઈંચ ગ્લોસ બ્લેક અલોય વ્હિલ્સ, પ્રવેશ માટે સાઈડ સ્ટેપ, બેડરોક બ્રાન્ડેડ સીટ કવર્સ, કાળા રૂફ રેઈલ્સ, પ્રીમિયમ ફ્લોર મેટ્સ, બેડરોક ડેકલ્સ અને બેડરોક મોનોજગ્રામ જેવા કેટલાક વિશેષ ફિચર્સ સાથે આવશે.
બેડરોક લિમિટેડ આવૃત્તિ ૨.૦ લીટર ટર્બોડીઝલ, ૪X૨, ૬ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે રૂ. ૧૭.૫૩ લાખ (એક્સ-શોરૂમ દિલ્હી)ની કિંમતે ત્રણ રંગો – વોકલ વ્હાઈટ, મિનિમલ ગ્રે અને એક્સોટિકા રેડમાં ઉપલબ્ધ બનશે.