પ્રભાસની ફિમેલ ફેન્સ માટે બેડ ન્યૂઝ..!!

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સાઉથ સેન્સેશન પ્રભાસ બાહુબલીમાં તેના આઉટસ્ટેન્ડીંગ પર્ફોમન્સ બાદ દરેક ઘરમાં જાણીતુ નામ બની ગયુ છે. વિશ્વના દરેક ખૂણામાં પ્રભાસ હવે અજાણ્યુ નામ નથી રહ્યું. બાહુબલી બાદ પ્રભાસને 6000 લગ્નના પ્રસ્તાવ આવ્યા હતા, આટલા લગ્નના પ્રસ્તાવ બીજા કોઇ પણ સ્ટારને નથી આવ્યા. તેના ગુડ લુક્સ, ચાર્મિંગ પર્સનાલિટી અને એથ્લેટિક ફિઝીકને કારણે તે સમયનો નેશનલ ક્રશ બની ગયો હતો.

kp.comprabhas as shivudu in baahubali 2K wallpaper

બાહુબલીમાં પ્રભાસના શર્ટલેસ અંદાજને લોકોએ ખૂબ વખાણ્યો હતો. ખાસ કરીને છોકરીઓ તેના શર્ટલેસ અંદાજ પર ફિદા થઇ ગઇ હતી. પ્રભાસના ફિઝીકને જોયા બાદ હવે તેના ફેન્સ તેને દરેક ફિલ્મમાં શર્ટલેસ જોવા ઇચ્છે છે, પરંતુ ડાર્લિંગના ફેન્સ માટે બેડ ન્યૂઝ છે, બાહુબલીમાં પોતાના ફિઝીકથી હજારો લોકોને દિવાના બનાવનાર પ્રભાસ તેની આગામી ફિલ્મમાં તેનુ ફિઝીક નહી બતાવે. પ્રભાસની આગામી ફિલ્મ સાહોની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, પરંતુ સાહોમાં તો પ્રભાસ તેનો ચહેરો પણ છુપાવતો નજરે ચડશે. હવે આ ન્યૂઝને લીધે તેની ફિમેલ ફેન્સ દુખી તો જરૂર થશે, ખાસ કરીને જે પ્રભાસનું આંધળુ અનુકરણ કરે છે.

સાહો એ હિન્દી, તેલુગુ અને તામિલ ભાષામાં રિલીઝ થશે. સાહો 150 કરોડના બજેટમાં બનનારી મેગા ફિલ્મ છે. ડાર્લિંગ પ્રભાસ સિવાય ફિલ્મમાં ઘણા બોલિવુડ સ્ટાર પણ નજરે ચડશે, શ્રદ્ધા કપૂર, જેકી શ્રોફ, નિલ નિતીન મુકેશ અને મહેશ માંજરેકર ફિલ્મમાં જોવા મળશે. પ્રભાસ સાહોમાં જાસૂસના રોલમાં જોવા મળશે. સુજીત દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મ 2018માં રિલીઝ થવાની છે.

સાહો બાદ પ્રભાસ પૂજા હેગડે સાથે એક ફિલ્મ કરવાનો છે, જે એક લવસ્ટોરી હશે. તે ફિલ્મમાં પણ બાહુબલી પ્રભાસનું ફિઝીક જોવા નહી મળે કારણકે તે લવસ્ટોરી એક સિમપ્લ માણસની હશે. પાત્ર અનુસાર પ્રભાસ એક નોર્મલ માણસ તરીકે જોવા મળશે જેનું ફિઝીક પણ સામાન્ય હશે.

Share This Article