માત્ર એક દિવસ સુધી અમારા જાંબાજ જવાન પાયલોટ અભિનંદન વર્થમાનને પોતાની કસ્ટડીમાં રાખ્યા બાદ પાકિસ્તાનને તેમને સુરક્ષિત મુક્ત કરવાની ફરજ પડી હતી. કારણ કે આ મોદી છે અને મોદી છે તો તમામ બાબત શક્ય છે. કોઇ બાબત અશક્ય નથી. આનુ કારણ માત્ર અમારી સેના દ્વારા દર્શાવવામાં આવેલા શૌર્ય અને સરકારની મજબુતી છે. સરકાર એટલા માટે મજબુત છે કે તે મજબુર નહીં બલ્કે મજબુત સરકાર છે. સાથે સાથે દેશનુ નેતૃત્વ મજબુત હાથમાં છે. જેના કારણે દેશ પણ સુરક્ષિત છે. અમારા પાયલોટને મુક્ત કરાવવા માટે સરકારે બિન જરૂરી રીત આ વખતે પણ ટુકડે ટુકડે ગેંગ દ્વારા મીણબત્તી કાંડ દ્વારા કાવતરુ રચ્યુ હતુ. જેથી સરકારને મજબુર કરીને કંદહાર જેવી વિતેલા વર્ષોમાં કરવામાં આવેલી ભુલ કરવાની ફરજ પાડવામાં આવે. પરંતુ વિપક્ષના આ પ્રયાસો આ વખતે કામ લાગ્યા ન હતા. કારણ કે આ વખતે નરેન્દ્ર મોદી છે.
જ્યારે અભિનંદનના મુક્ત થવાના હવાલ આવ્યા ત્યારે કેટલાક પાકિસ્તાની તરફી મિડિયાએ એમ પણ કહ્યુ હતુ કે પાકિસ્તાન દ્વારા શાંતિની દિશામાં લેવામાં આવેલા પગલા તરીકે છે. આ પ્રકારના લોકો એ જ ભાષાનો ઉપયોગ કર છે જે ઇમરાન બોલે છે. પરંતુ આ લોકો આ વાતને કેમ ભુલી જાય છે કે ત્રાસવાદી સંગઠન જેશે પોતે પુલવામા હુમલાની જવાબદારી લીધી હતી. જા આવુ હોય તો પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને પુરાવા આપવાની શુ જરૂર છે. આટલા દશકોમાં પાકિસ્તાને હાફિજ સઇદ અને સલાઉદ્દીન સામે પાકિસ્તાને પગલા લીધા નથી. જથી તેની પાસેથી વધારે અપેક્ષા રાખવાની બાબત બિલકુલ અયોગ્ય છે. હવે કોંગ્રેસ પાર્ટી સેનિકોને મળી રહેલી સુવિધાના મુદ્દાને ઉઠાવી રહી છે. તે ભુલી જાય છે કે વર્ષ ૧૯૭૧ના યુદ્ધના ઇનામમાં ઇન્દિરા ગાંધીએ સેનિકોની પેન્શનમાં કાપ મુક્યો હતો. ૪૦ વર્ષ સુધી વન રેન્ક વન પેન્સનની પ્રક્રિયા અટવાઇ પડેલી રહી હતી. સેના માટે જે સિયાચીનમાં પ્રહરી બનીને સરહદની સુરક્ષા કરી રહ્યા હતા. તેમની પાસે ૫૦ ડિગ્રી માઇનસના તાપમાનમાં વસ્ત્રો અને યોગ્ય શુઝ ન હતા. પેટ્રોલિંગ માટે એ વખતે સ્કી સ્કુટર ન હતા. આ તમામ ચીજોની ખરીદી વાજપેયીના શાસનકાળમાં કરવામાં આવી હતી. આઓરપી પણ મોદી સરકારે આપીને સેનિકોની લાંબા ગાળાની માંગને પૂર્ણ કરી બતાવી છે.
જ્યારે તોપ હવે ખરીદવામાં આવી રહી છે ત્યારે તેમની ખરીદીને રોકવા માટેના તમામ પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. સેના કમજાર રહે તેવા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમામ લોકોને નિષ્ણાંતો કહેવામાં આવ છે કે સોનિયા ગાંધીની કોંગ્રેસ પાર્ટીએ દેશની સમૃદ્ધિ, સુર૭ા અને એકતા સાથે કોઇ મતલબ રાખ્યા નથી. કેટલાક લોકો તો આક્ષેપ કરે છે કે આ કોંગ્રેસ પાર્ટી નહેરુના સમયની કોંગ્રેસ પાર્ટી છે. એવો આક્ષેપ પણ કરવામા આવે છે કે નહેરુએ નોબેલ શાંતિના ચક્કરમાં કાશ્મીર પાકિસ્તાનને આપી દેવાની ભુલ કરી હતી જેની કિંમતો આજે પણ અમે ચુકવી રહ્યા છીય. કલમ ૩૭૦ અને ૩૫ એ આપી દીધી હતી. જેનો વિવાદ આજે પણ દશકો બાદ જારી રહ્યો છે. ચીનને લાખો વર્ગમીલ જમીન આપી દીધી હતી. પોતાના પરિવારની હમેંશા કમાણી થતી રહે તે માટે નેશનલ હેરાલ્ડના નામ પર રાષ્ટ્રીય સંપત્તિ આપી દેવામાં આવી હતી.
જો અમે ઇચ્છીએ છીએ કે કોઇ અભિનંદન પાકિસ્તાનના કસ્ટડીમાં ન આવે કારણ કે અમારી પાસે રાફેલ નથી તો આ સમય સાવધાન થવાનો છે. દેશમાં ફરી મોદીના હાથ મજબુત કરવાની જરૂર છે. હાલમાં ત્રાસવાદના મુદ્દા પર જે રીતે સરકારે એક્શન લીધા છે તે તમામ દેશવાસીઓ માટે ગર્વ સમાન છે. પાકિસ્તાનમાં ઘુસીને હવાઇ હુમલા કરવાની હિમ્મત ગર્વ સમાન છે. પાકિસ્તાનમાં પહેલી વખત જોરદાર ફફડાટ જાવા મળે છે. કારણ કે વૈશ્વિક સ્તર પર સારા સંબંધો ધરાવનાર એક મજબુત સરકાર કેન્દ્રમાં છે. અહીં પર ઘટનાક્રમ પર નજર રાખવાની જરૂર છે. જે દિવસે વીર અભિનંદનને પાકિસ્તાનમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો ત્યારે એજ દિવસે જ્યારે મોદીને સુચના મળી ત્યારે મોદીએ સેનાના ત્રેણય ઘટકો સાથે હાઇ લેવલ બેઠક યોજી હતી. ડરી ગયેલા પાકિસ્તાને આખરે ભયભીત થઇને અભિનંદનને છોડી મુકવાનો નિર્ણય કર્યો હતો. જા કે વિપક્ષ આ બાબતને સ્વીકારી શકે નહીં.