બ્યુટીક્વીન એશ્વર્યા રાય પણ આલિયાની મોટી ફેન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડમાં બ્યુટીક્વીન તરીકે વધારે લોકપ્રિય અને ખુબસુરત સ્ટાર એશ્વર્યા રાય બચ્ચનની ફન્ને ખાન ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હોવા છતાં તે હતાશ થઇ નથી. તેની પાસે કેટલાક નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે. જાણકાર લોકો માને છે કે એશ આજે પણ સૌથી કુશળ સ્ટાર પૈકીની એક તરીકે છે. એશની અનિલ કપુર અને રાજકુમાર રાવ સાથેની ફિલ્મ ફ્લોપ રહી છે પરંતુ તે આશાવાદી છે.

બીજી બાજુ એશ હવે આલિયા ભટ્ટની મોટી ચાહક બની ગઇ છે. આલિયાના તમામ રોલથી પ્રભાવિત થઇ છે. આલિયાની ફેન યાદીમાં એક મોટુ નામ હવે એશનુ ઉમેરાયુ છે. એશે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ છે કે આલિયા ખુબ કુશળ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તે કામને વધારે એક્સપ્લોર કરી રહી છે. તે ફિલ્મોમાં સારુ કામ કરી રહી છે. આલિયા ભટ્ટના સંબંધમાં વાત કરતા એશ કહે છે કે તેને શરૂઆતમાં કરણ જોહર જેવા લોકોનો ટેકો તેને મળી ગયો છે. જે તેના માટે ખુબ મોટી અને ગર્વની વાત છે. તેનુ કહેવુ છે કે જો કોઇ સપોર્ટ આ રીતે સારા લોકોનુ મળે છે તે તો સરળતાથી મોટી સફળતા હાંસલ કરી શકાય છે.

તેનુ કહેવુ છે કે કુશળ લોકોના ટેકાથી કામ કરવાની બાબત વધારે સરળ બની જાય છે. વર્ષ ૨૦૧૨માં કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફધ યર ફિલ્મ સાથે આલિયા ભટ્ટની ફિલ્મી કેરિયર શરૂ થઇ હતી. આ ફિલ્મ કરણ જાહરે બનાવી હતી. જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. ત્યારબાદ આલિયા ભટ્ટની કેટલીક હિટ ફિલ્મો રહી છે. જેમાં રાજી ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તેની એક્ટિંગ કુશળતાની નોંધ લેવામાં આવી હતી. હાલમાં તે રણબીર કપુર સાથે પોતાના સંબંધોના કારણે પણ ભારે ચર્ચામાં છે.

Share This Article