મિત્રો કેટલાક લોકોનો દાવો છે કે દાઢી આપને માત્ર ચહેરા પર એક અલગ પ્રકારના ઇરિટેશન અને દુવિધાને જન્મ આપે છે. કેટલાક લોકો તો અહીં સુધી પણ કહે છે કે દાઢીના કારણે કેટલાક એવા અનિચ્છુક બેક્ટેરિયા અને બગ જન્મ લે છે જે કોઇ પણ માનવીના આરોગ્ય માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. એટલે કે દાઢી અમારા આરોગ્ય માટે અયોગ્ય હોય છે. આ પ્રકારની ભ્રમની સ્થિતી રહેલી છે. આવા અહેવાલના કારણે જ લોકોમાં દાઢીને લઇને જુદા જુદા તારણ અને અભિપ્રાય રહે છે. સાથે સાથે દાઢીને લઇને ભય રહે છે. ઇસ્લામની દ્રષ્ટિથી પણ દાઢી રાખવાની બાબત સુન્નત માનવામા આવે છે. જો કે નહીંવત જેટલા લોકો જ તેના ફાયદા અંગે વાકેફ છે. ઇસ્લામની દ્રષ્ટિથી જેટલા પણ કામ કરવા માટેના તરીકા દર્શાવવામાં આવ્યા છે તેના કોઇને કોઇ વૈજ્ઞાનિક કારણો ચોક્કસપણે હોય છે. હાલમાં અમેરિકામાં એક વૈજ્ઞાનિક અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ન્યુયોર્કમાં અભ્યાસ કરવામાં આવ્યા બાદ તેના તારણ જારી કરવામાં આવ્યા હતા. દાઢીમાં હમેંશા બેક્ટેરિયા રહે છે. ઘેરી દાઢીમાં તો એક ટોઇલેટ સીટ કરતા પણ વધારે બેક્ટેરિયા હોય છે. લોકોની આ ગેરસમજને અમેરિકામાં કરવામાં આવેલા અભ્યાસમાં દુર કરવામાં સફળતા મળી હતી. રિસર્ચમાં દાઢીના હેરાન કરી દેનાર ફાયદા દર્શાવવામાં આવ્યા હતા. અમેરિકાની એક હોસ્પિટલમાં આ શોધ કામગીરી હાથ ધરવામા આવી હતી.
આ સમાચારને સૌથી પહેલા જર્નલ્સ ઓફ હોસ્પિટલ ઇન્ફેક્શનમાં પ્રકાશિત કરવામાં આવ્યા બાદ તેના તારણ અન્યત્ર જારી કરવામાં આવ્યા છે. અભ્યાસ દરમિયાન હોસ્પિટલના આશરે ૪૦૮ સ્ટાફના ચહેરાને ક્લીન શેવ કર્યા હતા. આવુ કરવા પાછળ કારણ એ હતુ કે હોસ્પિટલ એક એવી જગ્યા હોય છે જ્યાં ઇન્ફેક્શન અને હાનિકારક તત્વો વધારે હોય છે. હોસ્પિટલ જ એક એવી જગ્યા હોય છે જ્યાં એક હાથથી બીજા હાથમાં સરળતાથી બેક્ટેરિયા પહોંચી જાય છે. આ ઉપરાંત કેટલીક અન્ય ચીજો હોય છે જેમ કે સફેદ કોટ, ટાઇ, મેડિકલ સાધનોનો સમાવેશ થાય છે.
આ તમામને બેક્ટેરિયાના ઇન્ફેક્શન માટે જવાબદાર ગણવામાં આવે છે. જો કે દાઢી અંગે લોકો ઓછુ બોલે છે. શોધ કરનાર લોકો એ જાણીને હેરાન રહી ગયા હતા કે ક્લીન શેવ લોકોને દાઢી રાખનાર લોકોની સરખામણીમાં વધારે અનિચ્છુક તકલીફ થઇ હતી. જે લોકોએ દાઢી રાખી ન હતી તેમના ક્લીન શેવ ચહેરા પર મિથાઇસિલિન રેસિસટેન્સ સ્ટોફ એનારસ હોવાની શક્યતા ત્રણ ગણી વધારે છે.