જો તમે વર્ક પ્લેસ પર કામ કરી રહ્યા છો તો આપને આપના બોસના ખુશ રાખવાની જરૂર હોય છે. બોસને ખુશ રાખ્યા વગર તમે કોઇ પણ નોકરીની જગ્યાએ લાંબા સમય સુધી કામ કરી શકો નહી. કેટલાક લોકો માને છે કે બોસ માત્ર સારા કામથી પ્રભાવિત થાય છે. જો કે હકીકતમાં આવુ નથી. જો તમે નવા નવા આઇડિયાઝ પણ આપો છો અને તેમની દરેક બાબત પર પ્રતિક્રિયા આપી રહ્યા છો તો તમે બોસની આંખના તારા તરીકે ઉભરી શકો છો. કેટલાક લોકોમાં ટેવ હોય છે કે તેઓ પોતાની વાત ફેશબુકમાં શેયર કરે છે. જીવન સાથે જાડાયેલી દરેક અંગત બાબતને ફેસબુક પર રજૂ કરવાની બાબત યોગ્ય અને સારી નથી.
ઓફિસમાં પણ બોસની સાથે જરૂર કરતા વધારે માહિતી શેયર કરવાની બાબત યોગ્ય નથી. પોતાના શોખ અંગે વાત કરી શકાય છે પરંતુ જો કે આના કારણે આપને કોઇ ફાયદો થનાર નથી. દરેક વ્યક્તિની લાઇફમાં કઇ કઇને ચાલ્યા કરે છે. તમે કોઇ કારણસર લેટ પહોંચી રહ્યા છો તો સરળ શબ્દોમાં આ બાબત બોસ સુધી પહોંચાડી શકાય છે. કેટલીક વખત બોસ જરૂરી એસાઇનમેન્ટ સોંપે છે. સાથે સાથે આગામી સપ્તાહમાં રિપોર્ટ લેવા માટે બોલાવે છે. કેટલાક લોકો તો જવાબ આપે છે કે તેઓ આ કામને તો ભુલી ગયા છે. તે આ કામને લખી શક્યા નથી. કેટલાક વિભાગો અને મોટી સંખ્યામાં કર્મચારીને હેન્ડલ કરનાર કોઇ પણ બોસ આ બાબતને સાંભળવાનુ પસંદ કરશે નહીં.
આના માટે સારી બાબત એ છે કે કર્મચારી તેમના ઓનલાઇન કેલેન્ડરમાં તમામ માહિતી એકત્રિત કરી લે. જા બોસ કામને લઇને કોઇ માહિતી માંગે છે તો તરત જ પુરતી માહિતી આપવી જોઇએ. બોસને પ્રભાવિત કરવા માટે બોસ પુછે તે પહેલા જ કામના સંબંધમાં પુરતી માહિતી અને રિપોર્ટ સુપ્રત કરી દેવા જોઇએ. આના સારા કામની નિશાની તરીકે ગણવામાં આવે છે. વર્ક પ્લેસ પર કામ તમામ લોકો કરે છે પરંતુ બોસને એ લોકો પસંદ પડે છે જે આગળની વિચારધારા સાથે આગળ વધે છે. તેઓ જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે તેના વિસ્તાર માટે પ્લાનિંગ કરી રહ્યા છે. સાથે સાથે બોસને માહિતી આપે છે. વિચારોને સારી રીતે બોસની સમક્ષ રજૂ કરનારને બોસ હમેંશા પસંદ કરે છે. આપને બોસની કામ કરવાની રીત અંગે પણ માહિતી હોય તે જરૂરી છે. કંપની, ડિપોર્ટમેન્ટ અને પ્રોડક્ટસના સંબંધમાં નવી નવી માહિતી અને વિચારો રજૂ કરી શકાય છે. આઇડિયાને વર્કપ્લેસ પર રજૂ કરીને બોસના પસંદગીના કર્મચારી છાપ ઉભી કરી શકાય છે. સારા કર્મચારીઓ હમેંશા પ્રતિક્રિયા આપે છે. તેઓ દરેક સમય જવાબ આપવા માટે તૈયાર રહે છે.
જો તમે બોસની બાબતોનો કોઇ જવાબ આપતા નથી તો માનવામાં આવે છે કે તમે વિશ્વાસ કરનાર કર્મચારી તરીકે નથી. બોસ વિચારી શકે છે કે આપને કામ કરવાની ઇચ્છા નથી. સાથે સાથે કામને ગંભીરતાથી લઇ રહ્યા નથી. આપને આવી સ્થિતી ઉભી ન થાય તે માટે બચવા માટેના તમામ પ્રયાસ કરવા જોઇએ. તમામ લોકો સારી રીતે જાણે છે કે કંપની હવે હાર્ડ વર્કના બદલે સ્માર્ટ વર્ક કરનાર કર્મચારીને પસંદ કરે છે. આ બાબત વાસ્તવિક છે. બોસને આ બાબતની ચિંતા રહેતી નથી કે તમે કેટલા કલાકો સુધી ઓફિસમાં મહેનત કરી રહ્યા છો. તેમને આ બાબતનુ ધ્યાન હોય છે કે કોઇ પણ કામ પૂર્ણ કરવામાં તમે કેટલુ ધ્યાન આપી રહ્યા છો. જા તમે કોઇ પ્રોજેક્ટને સ્માર્ટ રીતે પૂર્ણ કરો છો તો બોસ ખુબ જ ખુશ થઇ શકે છે. ઓછા સંશાધન અને ઓછા સમયમાં કામ પૂર્ણ કરનાર કર્મચારીને તમામ લોકો પસંદ કરે છે. આઇડિયા પર્સન બનવાની આજની જરૂર છે. આનાથી સફળતા મળી શકે છે.