બીસીએમએલ દ્વારા અમદાવાદમાં સક્ષમ ઈનોવેશન પ્રેરિત કરવા માટે “બાયોયુગ ઓન વ્હીલ્સ’ લાવવા સિપેટ અમદાવાદ સાથે જોડાણ કરાયું

Rudra
By Rudra 4 Min Read

અમદાવાદ : બલરામપુર ચિની મિલ્સ લિ. દ્વારા તેની રાષ્ટ્રવ્યાપી પહોંચ પહેલ ‘બાયોયુગ ઓન વ્હીલ્સ’ની અમદાવાદ આવૃત્તિ સફળતાથી હાથ ધરવામાં આવી હતી. આ ગતિશીલ કાર્યક્રમનું લક્ષ્ય ઈન્ટરએક્ટિવ પ્રદર્શન, લાઈવ પ્રદર્શન અને અંતર્દ્રષ્ટિ આપતી ચર્ચાવિચારણા થકી સર્ક્યુલર ઈકોનોમીનો ધ્યેય જીવંત લાવવાના લક્ષ્ય સાથે બાયોઈકોનોમીમાં અત્યાધુનિક પ્રગતિ આલેખિત કરે છે.

સિપેટ અમદાવાદ ખાતે 30મી ઓગસ્ટ, 2025ના રોજ આયોજિત પ્રદેશના વિદ્યાર્થીઓ, સંશોધકો, વેપાર સાહસિકો અને સક્ષમતાના હિમાયતીઓમાં અર્થપૂર્ણ સહભાગ કેળવતી ઈવેન્ટ સિપેટ અમદાવાદ સાથે સહયોગમાં આયોજન કરાયું હતું. હાજરી આપનારને નિમ્નલિખિત સહિત આખો દિવસ રોમાંચક પ્રવૃત્તિઓ અનુભવવી મળી હતીઃ

· બાયોયુગ ઓન વ્હીલ્સની લાઈપ ટુર 100 ટકા કમ્પોસ્ટેબલ પીએલએ બાયોપ્લાસ્ટિક્સમાંથી બનાવવામાં આવેલી ઈનોવેટિવ જૈવ આધારિત ચીજો પ્રદર્શિત કરાઈ હતી.

· જીવંત પ્રદર્શન અને ઉદ્યોગના આગેવાનો સાથે નિષ્ણાત પ્રશ્નોત્તરી સત્રો.

· ઈન્ટરેક્ટિવ એક્ઝિબિટ્સ અને હાથોહાથ શીખવાની તકો.

· શિક્ષણ અને ઉદ્યોગ જગતના ઈનોવેટર્સ સાથે નેટવર્કિંગ સત્રો.

· બાયોઈકોનોમી અને સક્ષમ વિકાસના ભવિષ્ય પર કેન્દ્રિત સેમિનાર અને પેનલ ચર્ચા.

ઈવેન્ટ આઈડિયા અને ઈનોવેશનનો સ્વર્ણિમ મેળાવડો બની રહ્યો હતો, જે વધુ સક્ષમ ભવિષ્યના ટેકામાં વાટાઘાટ, પ્રેરણા અને જોડાણ માટે અજોડ મંચ પૂરું પાડે છે. બલરામપુર બાયોયુગની દીર્ઘદ્રષ્ટા આગેવાની અને સિપેટની ટેક્નિકલ નિપુણતા સાથે બાયોયુગ ઓન વ્હીલની અમદાવાદ આવૃત્તિએ બાયોઈકોનોમી અને પર્યાવરણીય કાજ આસપાસ રાષ્ટ્રીય વાર્તાલાપને વધુ આગળ લઈ જવામાં મદદ કરી હતી.ચ આ કોન્ફરન્સમાં પ્રતિષ્ઠિત વક્તાઓમાં સિપેટના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ડો. એસ. કે. નાયક અને સિપેટ, અમદાવાદના ડાયરેક્ટર પરિતોષ દિવાસલીનો સમાવેશ થતો હતો. ડો. નાયકે સક્ષમ સમાધાનને નવા સ્તરે લઈ

જવા માટે સંશોધન અને નીતિની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર આપતાં ભારતમાં બાયો બેઝ્ડ ઉદ્યોગોની ઉત્ક્રાંતિ પામતી ક્ષિતિજ પર મૂલ્યવાન ઈન્સાઈટ્સ આપી હતી. દિવાસલીએ બાયોપ્લાસ્ટિક્સના ક્ષેત્રમાં ઈનોવેશન તથા સ્કિલ ડેવલપમેન્ટિને પ્રમોટ કરવા સિપેટના મોજૂદ પ્રયાસોને આલેખિત કર્યા હતા. ડેલ્ટોરા બાયોપોલીમર્સ પ્રા. લિ. અને વિઝન ઈન્ડસ્ટ્રીઝ, અમદાવાદ જેવી અગ્રણી કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લઈને બાયો- બેઝ્ડ ટેકનોલોજીઓની કમર્શિયલ સંભાવના અને વ્યવહારુ ઉપયોગ પર ઉદ્યોગનું પરિપ્રેક્ષ્ય પ્રદાન કર્યું હતું.

બીસીએમએલ પીએલએ ડિવિઝનના સેલ્સ હેડ શ્રીમતી શ્વેતા સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, “અમદાવાદમાં જોશભેર સહભાગ અને જ્ઞાન આદાનપ્રદાન જોવા મળ્યાં હતાં, જે પ્રદેશમાં સક્ષમ સમાધાન માટે વધતી ગતિ અધોરેખિત કરે છે. અમે ભારતના પર્યાવરણીય હેતુઓને ટેકો આપીને અને બાયોઈકોનોમીમાં સક્ષમ વૃદ્ધિને પ્રમોટચ કરીને સિસ્ટમિક પરિવર્તન પ્રેરિત કરવા અમારી કટિબદ્ધતામાં અડીખમ છીએ. મે 2025માં મુંબઈમાં લોન્ચ કરાયું ત્યારથી બાયોયુગ ઓન વ્હીલ્સે ગુજરાતમાં પહોંચવા પૂર્વે મધ્ય પ્રદેશમાં ભોપાલ અને ઈન્દોર સહિત મુખ્ય પ્રદેશોમાં સફળતાથી પ્રવાસ કર્યો છે. ગુજરાતમાં તેના સફળ સહભાગ સાથે બાયોયુગ ઓન વ્હીલ્સ કોચી, કેરળ સાથે આરંભ કરતાં તેનો પ્રવાસ દક્ષિણ બાજુ આગળ વધારવા માટે સુસજ્જ છે. સ્વર્ણિમ ઔદ્યોગિક અને ઈનોવેશન હબ અમદાવાદમાં ઈવેન્ટનું આયોજન સક્ષમતા અને ઈનોવેશન પ્રત્યે કટિબદ્ધ હિસ્સાધારકોના બહુઆયામ સાથે જોડાણ કરવા ઉત્કૃષ્ટ મંચ પ્રદાન કરે છે. શિક્ષણ જગત, ઉદ્યોગના નિષ્ણાતો, એન્ટરપ્રેન્યોર્સ અને નીતિના ઘડવૈયાઓ તરફથી મજબૂત હિત સુચારુ જૈવ આધારિત વિકલ્પો માટે વધતી બજારની માગણીને પ્રદર્શિત કરે છે.”

બાયોયુગ ઓન વ્હીલ્સે શહેરથી શહેર પ્રવાસ કર્યો હોઈ તે લોકો અને સંસ્થાઓને વધુ સક્ષમ, સર્ક્યુલર ઈકોનોમી તરફ ભારતની કૂચને ટેકો આપવા એકત્ર લાવે છે. બલરામપુર બાયોયુગ દેશભરમાં ઉદ્યોગો અને સમુદાયોમાં પીએલએ ઈનોવેશન વિશે જાગૃતિ ફેલાવવા અને હકારાત્મક પરિવર્તન નિર્માણ કરવા માટે સમર્પિત છે.

Share This Article