અંડર-19 વર્લ્ડ કપ જીત બાદ બીસીસીઆઇએ ઇનામી રકમની જાહેરાત કરી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતીય ક્રિકેટ કંટ્રેલ બોર્ડ દ્વારા અંડર-19 વર્લ્ડ કપમાં વિજયી રહી ચેમ્પિયન બનેલી ભારતીય ટીમ માટે ઇનામી રકમની જાહેરાત કરી છે. ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની સૌથી વધુ વખત ચેમ્પિયન બનવાનો વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે. ત્યારે બીસીસીઆઇ દ્વારા ઇનામી રકમની જાહેરાત કરવામાં આવી છે.

બીસીસીઆઇએ અંડર-19 ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડને ૫૦ લાખ રૂપિયાની ઇનામી રકમની જાહેરાત કરી છે.  વિજય પતાકા લહેરાવનાર ભારતીય ટીમના દરેક ખેલાડીને ૩૦-૩૦ લાખ રૂપિયા અને ટીમ સાથે રહેલ સપોર્ટીંગ સ્ટાફને ૨૦-૨૦ લાખ રૂપિયાની  ઇનામ આપવાની જાહેરાત કરી છે.

KP.com BCCI Tweet

છબી સૌજન્યઃબીસીસીઆઇ

 

Share This Article