ભાઈચુંગ ભુટિયા ફૂટબોલ સ્કૂલ્સ (બીબીએફએસ)ના ફ્લેગશીપ ઈનિશિયેટિવ બીબીએફએસ રેસિડેન્શિયલ એકેડમી દ્વારા આજે વર્ષ 2020 માટે એડમિશન્સ માટે તેની ટ્રાયલ્સની ઘોષણા કરી હતી. અમદાવાદ માટે ટ્રાયલ્સ 24 નવેમ્બર, 2019ના રોજ સ્પ્રિન્ટ રિક્રિએશન, શિલજ સાયન્સ સિટી રોડ, એસ પી રિંગ રોડ ખાતે યોજાશે. રેસિડેન્શિયલ એકેડમીમાં એડમિશન્સ 2003-2010 વચ્ચે જન્મેલા ખેલાડીઓ માટે ચાલુ થશે રિપોર્ટિંગ ટાઇમ : સવારે ૧૦:૩૦ વાગે અને પસંદ થયેલા ખેલાડીઓને એકેડમીમાં પ્રવેશ મળશે જેઓને સીબીએસઈ સ્કૂલિંગ સાથે ઈન્ટિગ્રેટેડ ફૂટબોલ ટ્રેનિંગ પ્રોગ્રામ આપવામાં આવશે.
બીબીએફએસ એ લિજેન્ડરી ભારતીય ફૂટબોલ ખેલાડી ભાઈચુંગનું સ્વપ્ન છે કે જેઓ આ રમતને ઉચ્ચ ગુણવત્તાના કોચિંગ અને ટ્રેનિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપીને ગ્રાસરૂટ લેવલથી વિકસાવવા માગે છે આ પ્રસંગે બીબીએફએસના સ્થાપક ભાઈચુંગ ભુટિયાએ કહ્યું હતું, ‘ફૂટબોલ એ હાઈ એક્શન ગેમ છે. તેમાં રિલેન્ટલેસ પ્રેક્ટિસ, દૃઢનિશ્ચયતા, ગ્રિટ અને પેશનની જરૂર હોય છે, પરંતુ એટલું જ પૂરતું નથી. ઉચ્ચ ગુણવત્તાના કોચિંગ અને ટ્રેનીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ગ્રાઉન્ડવર્ક શરૂ કરાયુ છે કે જેની દેશમાં આજે ખોટ છે.
આપણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રેનિંગ મેથડોલોજિસના મામલે અન્ય એશિયન દેશો સાથે તાલ મિલાવી શકતા નથી. અમે ઈચ્છીએ છીએ કે ભારતીય ફૂટબોલનું આ ચિત્ર બદલાય. આ તમામ યુવા બાળકોને સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રેસ પ્લાનમાં આગળ વધે છે તેમને અમે બીબીએફએસ ખાતે ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના ટ્રેનીંગ પ્રોગ્રામ્સ, કોચ, રેગ્યુલર ટુર્નામેન્ટ અને તકો આપીએ છીએ કે જેથી તેઓને અનુભવ મળે અને ફૂટબોલ એરિનામાં તેઓ વિશ્વસ્તરે આગળ વધી શકે.’
ભારતમાં પ્રથમ એવી બીબીએફએસ રેસિડેન્શિયલ એકેડમી વાસ્તવમાં પ્રતિભાશાળી યુવા ફૂટબોલ પ્લેયર્સને તેઓ ફૂટબોલ ટ્રેનિંગમાં સૌથી ઉત્તમ પ્રાપ્ત કરે ત્યારે શિક્ષણ મેળવવાની તક આપે છે.રેસિડેન્શિયલ એકેડમીના લાભ શિક્ષણ અને તાલીમનું જ સંયોજન માત્ર નથી પરંતુ તેમાં યુવા ઉગતા ખેલાડીઓના અન્ય પાસાઓ જેમકે તેમના આહાર, શારિરીક વિકાસની દેખરેખ, ચોક્કસ કોમ્પિટિટિવ એક્સ્પોઝર અને કરિયર ગાઈડન્સ અંગે પણ લક્ષ આપવામાં આવે છે.
બીબીએફએસ રેસિડેન્શિયલ એકેડમીમાં પ્રવેશ માટે ટ્રાયલ્સ ભારતના 35 શહેરોમાં યોજાઈ રહી છે જેમાં મુંબઈ, અમદાવાદ, બેંગલુરુ, કોચી, ચંડીગઢ, જલંધર, લુધિયાણા, કાલિકટ, પૂણે, હૈદરાબાદ, લખનૌ, ગુવાહાટી, શિલોંગ તેમજ મણીપુર, મિઝોરમ અને નાગાલેન્ડ સહિતના રાજ્યો પણ સામેલ છે.
રેસિડેન્શિયલ એકેડમી બીબીએફએસના કોર વેલ્યુ સિસ્ટમ પેશન, પ્રિઝર્વન્સ અને ટીમવર્કને આત્મસાત કરીને ચાલે છે. મેનેજમેન્ટ માને છે કે ગેમ રમવાની, શીખવાની અને તેમાં માસ્ટર થવાની તક એ ઈચ્છતા તમામને મળવી જોઈએ અને ગેમમાં માસ્ટર થવા માટેની તકથી કોઈ પ્રતિભાશાળી ખેલાડી વંચિત ન રહેવો જોઈએ. બીબીએએફએસના સીઈઓ અને અને સહસ્થાપક કિશોર તેઈડે કહ્યું હતું, ‘એકેડમીની મેનેજમેન્ટ અને કોચિંગ ટીમના કલેક્ટિવ એક્સ્પિરિયન્સ દ્વારા અમે જાણ્યું કે દેશમાં પ્રતિભાઓને તૂટો નથી અને ભારતના કોઈપણ ખૂણે પ્રતિભાઓ મળી શકે છે. અમે આ રેસિડેન્શિયલ પ્રોગ્રામ દરેક ખેલાડીને મળે એમ ઈચ્છીએ છીએ અને એ કરવા માટે અમે તમામ મોટા શહેરો અને દેશના ફૂટબોલ હબ્સમાં સ્થાનિક સ્તરના ખેલાડીઓને મળવા માટે આ પ્રોગ્રામ સાથે જઈએ છીએ. અમે ભૂતકાળમાં આ કામ સુંદર રીતે પાર પાડ્યું છે અને અમારી પાસે દેશના 20 રાજ્યોમાંથી ખેલાડીઓ છે. હું માનું છું કે તમામ રાજ્યોમાંથી અમને રિપ્રેઝન્ટેશન મળી શકે છે અને તેથી અમે આ વર્ષે વધુ શહેરોમાં ટ્રાયલ્સ યોજીશું કે જેથી પ્રોફેશનલ ફૂટબોલ પ્લેયર બનવાનું સ્વપ્ન ધરાવતા દરેક બાળક સુધી પહોંચી શકાય.’
બીબીએફએસ ભારત માટે રમી શકે અને અનેક ટોચની ક્લબ્સ માટે ઈન્ડિયન સુપર લીગ અને આઈ-લીગના એવા ઘરઆંગણે તૈયાર થતા ખેલાડીઓના મામલે ગોલ્ડન ટ્રેક રેકોર્ડ છે. રેસિડેન્શિયલ એકેડમી શરૂ થઈ ત્યારથી ટૂંકા ગાળામાં જ બે ખેલાડીઓની ઈન્ડિયા નેશનલ ટીમના હિસ્સા તરીકે પસંદગી થઈ છે. અગાઉ 2019માં, ઓરિસાના રંડન સોરેન અને મેઘાલયના લાયોનેલ ડી રીમીની પસંદગી ભારતની અંડર-15 સ્ક્વોડ માટે થઈ હતી અને તેઓ ઓનગોઈંગ સિઝનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. યુવાનો હવે અન્ય એકેડમી ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બન્યા છે અને તેઓ એકેડમીમાં આશાસ્પદ ખેલાડી માટે તકો કઈ રીતે ઉપલબ્ધ છે તેનું ઉદાહરણ છે. બીબીએફએસ દ્વારા 20થી વધુ ખેલાડીઓને કોચિંગ આપે છે અને માર્ગદર્શન આપી ચૂકી છે કે જેઓ ભારત, આઈએસએલ ક્લબ્સ, આઈ-લીગ ક્લબ્સ અને બે ખેલાડી કે જેઓ ફોરેન ક્લબ્સ માટે રમી ચૂક્યા છે.
ભારત 3 વર્ષના ગાળામાં બે અંડર-17 ફિફા વર્લ્ડ કપ્સને હોસ્ટ કરશે ત્યારે તેમાં શંકા નથી કે દેશમાં ફૂટબોલ હવે પ્રાઈમરી સ્પોર્ટ તરીકે ઉભરી છે. હકીકતમાં, સરકાર દ્વારા કેટલાક નોંધપાત્ર કદમ લેવાયા છે જેમકે મિશન ઈલેવન મિલિયન અને ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમ્સ તેમાં છે અને કંપનીઓ દ્વારા અનેક પ્રાઈવેટ સેક્ટરમાં સ્પોર્ટને પ્રોત્સાહન આપે છે અને તેથી યુવા આશાસ્પદ ફૂટબોલ ખેલાડીઓ પ્રગતિ અને પરફોર્મ કરી શકે છે.